ભાવનગર

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી કરાશે ઉજવણી

 ભાવનગર જિલ્લાના તળાજામાં હબુકવડ ખાતે  કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ માં કૃષ્ણજન્મોત્સવ ની અતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ વર્ષોથી બાળકોને  શિક્ષણ સાથે સંસ્કાર આપીને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.  બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તેમજ વિદ્યાર્થીઓમાં  જીવનમાં ઉપયોગી મૂલ્યોનો વિકાસ થાય તે માટે શાળામાં તમામ પ્રકારની પ્રવૃતિઓ અને ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ઉત્સવો અંતર્ગત જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

        જન્માષ્ટમી પર્વ અંતર્ગત શાળામાં કાનાના વધામણા , પરંપરાગત પોશાકમાં  રાસ ગરબાની રમઝટ , વેશભૂષા  , મટકી ફોડ , મહાઆરતી જેવી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવશે. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે હાલમાં શાળાના બાળકો અને શિક્ષકગણ  દ્વારા શાળામાં તડામાર  તૈયારીઓ ચાલી રહી છે. શાળા પરિવાર દ્વારા  તમામ વાલીઓ અને  ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Posts