અમરેલી, તા.૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ (સોમવાર) તા.૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજુલા આઇ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.
આરવી એનકોન, જામનગર, રિલાયન્સ સોલર ઇન્ડસ્ટ્રીઝ જામનગર માટે આઇટીઆઈ, ડિપ્લોમા (મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ) અને બી.એસસી. (ફિઝિક્સ,કેમેસ્ટ્રી,મેથ્સ) ની લાયકાત અને જરુરી અનુભવ ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે.
રાજન ટેકનો કાસ્ટ પ્રા. લિમિ.(શાપર) રાજકોટ માટે કોઈ પણ ટ્રેડમાં આઈ.ટી.આઈ. ફ્રેશર હોય તેના માટે રોજગાર ભરતી મેળાનું આયોજન છે.
કંપનીઓના દ્વારા નિયમોનુસાર પ્રતિમાસ લાયકાત મુજબ અંદાજે રુ.૧૮ થી રુ.૨૪ હજાર (CTC) જેટલો પગાર અને અન્ય સુવિધાઓ મળશે.
જરુરી લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવી ઉમેદવારોને આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા રાજુલા ડુંગર રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ફોન નં.(૦૨૭૯૪) ૨૯૪૦૩૦ આચાર્યશ્રી સી.એચ.જાનીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments