અમરેલી

અમરેલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ( ફક ) ની કોર્ટ મા કેસ ચાલી જતા જજ કે.બી પરમાર સાહેબનો ચુકાદો 

અમરેલી શહેરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક નિવૃત્ત કર્મચારી એ પોતાની સોસાયટીમાં રહેતા અને પારિવારિક મિત્ર રમેશ યશવંતભાઈ ચૌહાણ ને 250000 જરૂર પડતા રૂપિયા જે આ કામના ફરિયાદી નિવૃત્તિ સમયે મળેલ રકમ જે હાથ ઉપર હોય તે પૈકી રૂપિયા અઢી લાખ પુરા 250000 હાથ ઉછીના આપેલા. ત્યારબાદ આ કામના ફરિયાદીએ પોતાના વાયદા મુજબ ઉછીની ઉછીના પેટે આપેલી રૂપિયા 250.000 અઢી લાખની રકમ અંગે આ કામના આરોપી પાસે ઉઘરાણી કરતા કરતા તેઓએ પોતાના બેંક સેવિંગ એકાઉન્ટ ખાતા નો ચેક આપેલો. ત્યારબાદ આ ચેક આરોપીના કહેવા મુજબ ફરિયાદીએ પોતાના બેન્ક એકાઉન્ટ ખાતા માં વટાવવા નાખેલ ત્યારે આ ચેક બેંકમાંથી પાસ થયા વગર રિટર્ન ફરતા. આ કામના ફરિયાદીએ અમરેલી ચીફ કોર્ટમાં આ કામના આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ કરતા ફોજદારી કેસ નંબર 1321/2022 પડેલ જે કેસ અમરેલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફક) જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સમગ્ર કેસના પુરાવાના મૂલ્યાંકનના અંતે જજ શ્રી કે બી પરમાર સાહેબ દ્વારા આ કામના આરોપીને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેક ની રકમ ની દોઢી રકમ એટલે કે રૂપિયા અઢી લાખ 250.000 ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરેલ છે અને જો આ કામના આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધારે બે વર્ષ ઉપરાંતની વધુ સજા નો પણ આદેશ કરેલ છે આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ સંદીપ પી પંડ્યા તથા રામજીભાઈ વી જાદવ ની ધારદાર દલીલો અને કાયદાકીય રજૂઆતો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી

Related Posts