રાષ્ટ્રીય

પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય કટોકટી ના સમાચાર આવ્યા છે જેમાં, પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ રાજીનામાની માગ કરી દીધી છે. અધિકારીઓએ અસીમ મુનીરને ચેતવણી આપી દીધી છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ રાજીનામું આપી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. પોતાના દ્વારા જ બળવાથી મુનીર મહામુશ્કેલીમાં મુકાયા છે.
આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, જૂનિયર અધિકારીઓએ એક પત્ર લખીને રાજીનામાની માગ કરી છે. મુનીર પર સેનાને રાજનીતિક પ્રતાડના અને વ્યક્તિગત બદલામાં ફેરવવાનો આરોપ લગાવાયો. કથિત રીતે કર્નલ, મેજર, કેપ્ટન અને જવાનોએ લખેલા પત્રમાં કહેવાયું છે કે, મુનીરના નેતૃત્વમાં પાકિસ્તાનને ૧૯૭૧ની જેમ પાછું ધકેલી દેવાયું છે, જ્યારે દેશને વિનાશકારી હારનો સામનો કરવો પડ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.
જૂનિયર અધિકારીઓના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ કોઈ દલીલ નથી. આ કોઈ સમજૂતી નથી. આ તમારું ૧૯૭૧ છે, જનરલ અને અમે તમને તેના પડછાયામાં દફન નહીં થવા દઈએ. અધિકારીઓએ મુનીર પર રાજકીય અસહમતિને દબાવવા, પત્રકારોને ચૂપ કરાવવા અને લોકતાંત્રિક તાકાતોને કચડાવાથી સેનાની પ્રતિષ્ઠાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્રમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને હટાવ્યા બાદ થયેલી કાર્યવાહી અને ૨૦૨૪ની ચૂંટણીમાં થયેલી ભૂલોનો પણ ઉલ્લેખ કરાયો છે.
વધુમાં આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, આ પાકિસ્તાન સેનાનો અવાજ છે. કર્નલ, મેજર, કેપ્ટન અને જવાન જેમણે તમને આપણા સંસ્થાન, આપણા રાષ્ટ્ર અને આપણા સન્માનને ખાડામાં જતા જાેયું છે. તમારો સમય પૂરો થઈ ગયો છે. જલ્દીથી જલ્દી રાજીનામું આપી દો અથવા અમે તેને પરત લઈ લેશું જે તમે ચોર્યું છે, જરૂર પડવા પર બળપૂર્વક.

Follow Me:

Related Posts