ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ- ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકગીત ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ- ૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી કુલ- ૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા કે ન ભણતા કલાકારોને જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએ તાલુકા કન્વીનરની નિમણુંક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે-તે તાલુકાના કન્વીનરશ્રીઓને પહોંચાડવાનું રહેશે.
(૧) ભાવનગર તાલુકાના સ્પર્ધક કલાકારોએ બી.આર.સી. ભવન સિદસર ખાતે કન્વીનરશ્રી કલ્પેશભાઈ પંડ્યા
(૨) શિહોર તાલુકાના સ્પર્ધક કલાકારોએ ગુરૂકૂળ વિવિધલક્ષી હાઈસ્કૂલ, સોનગઢ ખાતે કન્વીનરશ્રી મહાસુખભાઈ ભટ્ટ
(૩) ઉમરાળા તાલુકાના સ્પર્ધક કલાકારોએ ડી.જી.પી. હાઈસ્કૂલ, ધોળા ખાતે કન્વીનરશ્રી માણસુરભાઈ કામળીયા
(૪) વલ્લભીપુર તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ગંભીરસિંહજી હાઈસ્કૂલ, વલ્લભીપુર ખાતે કન્વીનરશ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ
(૫) ગારિયાધાર તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી કે.એમ.બોરડા હાઈસ્કૂલ, સુરનગર ખાતે કન્વીનરશ્રી એ.એન.લાધવા
(૬) પાલિતાણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીચ.મો.વિદ્યાલય, પાલિતાણા ખાતે કન્વીનરશ્રી જીગ્નેશભાઈ વ્યાસ
(૭) તળાજા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી વિવેકાનંદવિદ્યામંદિર, દિહોર ખાતે કન્વીનરશ્રી વી.એમ.જાળેલા (૮)મહુવા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જે.પી.પારેખ હાઇસ્કૂલ, મહુવા ખાતે કન્વીનરશ્રી વી.ટી.ડોડીયા (૯) ઘોઘા તાલુકાના સ્પર્ધક કલાકારોએ માધ્યમિક શાળા, વાળુકડ ખાતે કન્વીનરશ્રી મોહનભાઇ વળીયા
(૧૦) જેસર તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી બ.ગો.મહેતા હાઈસ્કૂલ, જેસર ખાતે કન્વીનરશ્રી નટવરસિંહ સરવૈયાને અરજીફોર્મ જમાં કરાવવાના રહેશે.આ કલા મહાકુંભના વિગતવાર નિયમો અને ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogpost.com પરથીઅને જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓ પાસેથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળીભવન, ભાવનગર ખાતેથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી. બી. પરમારે અખબારીયાદીમાં જણાવ્યું છે.
Recent Comments