શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ કાર્યરત છે. જેની અનેક પ્રવૃત્તિઓમાંથી એક વાર્ષિક શિબિર દર વર્ષે યોજવામાં આવે છે.
વર્ષ ૨૦૨૫-૨૬ની વાર્ષિક શિબિરનું આજરોજ ઉદઘાટન સત્ર યોજાયું. સાત દિવસ ચાલનારી આ વાર્ષિક શિબિર માનવ મંદિર-સાવરકુંડલા ખાતે યોજાઇ રહી છે. આજરોજ માનવ મંદિરના સંચાલક આદરણીય શ્રી ભક્તિરામ બાપુના અધ્યક્ષ સ્થાને આ સત્ર યોજવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી કાણાકિયા કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.સી.રવિયાસાહેબ, શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ વગેરે મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
અન્ય અગ્રણીઓમાં શિવાંગભાઈ ત્રિવેદી, અતુલભાઇ જાની (ફૌજી), હિતેશભાઈ જિયાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સર્વે મહાનુભવોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.નો પરિચય તેમજ પ્રવૃત્તિઓ વિશેનો ખ્યાલ આચાર્યશ્રી ડૉ.એસ. સી. રવિયાસાહેબે પોતાના પ્રવચનમાં આપ્યો. ઉપરાંત તેમણે જણાવ્યું કે માનવ મંદિર એ હવે સાવરકુંડલાની એક ઓળખ પણ બની ગયું છે. અને માનવમંદિર ખાતે અવિરતપણે ચાલતી માનવસેવાની પ્રવૃત્તિઓ અને તેમાં ભક્તિરામબાપુના સેવાયજ્ઞ વિશે પણ સૌ કોઈ શિબિરાર્થીઓને માહિતગાર કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન એવા શ્રી અતુલભાઇ જાનીએ પણ પોતાના પ્રવચનમાં સમાજસેવા અને રાષ્ટ્ર (વતન) પ્રત્યેના ઋણને અદા કરવા માટેની કોઈ તક ન ચૂકવી જોઈએ,એવી વાત કરી હતી અને ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પૂજ્ય ભક્તિરામ બાપુએ પણ શિબિરાર્થીઓને આવકાર્યા અને આશિર્વચન પાઠવ્યા અને વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. વધુને વધુ સેવાકાર્યોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને એ સેવા સાથે જોડાય, તેવું આહવાન પણ કર્યું હતું. શિબિર માટે માનવમંદિરે પધાર્યા તે ભદલ ધન્યવાદ પાઠવ્યા.
આખાય કાર્યક્રમનું સંકલન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક અને N. S. S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. આશિષભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોલેજ પરિવારમાંથી ડૉ. ડી.ડી.ભટ્ટસાહેબ, ડૉ. અર્જુનસિંહ પરમારસાહેબ ડૉ.પુષ્પાબેન રાણીપા, વાઈસ પ્રિન્સિપાલ રીંકુબેન ચૌધરી, ડૉ. કલ્પેશભાઈ રાડીયા, ડૉ. હાર્દિકભાઈ ઉદેશી, ડૉ. હરેશભાઇ દેસરાણી, વિજયભાઈ, જીજ્ઞેશભાઈ તથા નોન ટીચિંગ સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
કોલેજના ૫૦ વિદ્યાર્થી-સ્વયંસેવકો આ શિબિરમાં શિબિરાર્થી તરીકે એક અઠવાડિયાની તાલીમ પ્રાપ્ત કરશે. ઉદ્ઘાટનસત્ર બાદ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા મનોરોગી બહેનોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું અને તેમની સાથે સમય પસાર કર્યો. તેમની સાથે રમતો રમ્યા. ત્યારબાદ આશ્રમની સાફ સફાઈ, શ્રમકાર્ય કરી, આશ્રમની બહેનો સાથે રમતો રમ્યા અને સૌને ગરબા રમાડ્યા.


















Recent Comments