fbpx
બોલિવૂડ

‘KGF’માં રાવની ભૂમિકા ભજવનાર અભિનેતા કૃષ્ણાજી રાવનું થયું નિધન

યશની સ્ટારર ફિલ્મ ‘કે.જી.એફ’ ફેઈમ અભિનેતા કૃષ્ણાજી રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ છેલ્લા ઘણા દિવસોની બિમાર હતા. મીડિયાના અહેવાલ પ્રમાણે ૭૦ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ‘કે.જી.એફ’ ફ્રેન્ચાઈઝીથી પ્રખ્યાત થયેલા કૃષ્ણાજીને તાજેતરમાં જ ઉંમરના કારણએ થયેલી બીમારી બાદ બેંગલુરુના સીતા સર્કલ પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અભિનેતા એક સંબંધીના ઘરે જઈ રહ્યો હતો અને થાકની ફરિયાદ કર્યા પછી તેમને અડધી રાત્રિએ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા.

‘કે.જી.એફ ભાગ ૧’ ૨૦૧૮માં રિલીઝ થયા પછી તેમણે ૩૦ ફિલ્મોમાં અભિનય કર્યો અને બીજા હપ્તા પછી તેણે લગભગ ૧૫ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ વાત કૃષ્ણા રાવે એક ન્યુઝ ચેનલ સાથે થયેલી વાતચીત થી જાણવા મળ્યું કે તેમણે કે.જી.એફ પછી ૩૦ ફિલ્મોમાં કામ કર્યું છે. મેગ્નમ ઓપસમાં તેની ભૂમિકા વિશે વાત કતા રાવે જણાવ્યું હતું કે, તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ૪૦ ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે રાવનો યશ સાથે નાનો રોલ હતો, પણ એ કેમિયો ફિલ્મનો આત્મા છે. ‘દ્ભય્હ્લ ચેપ્ટર ૨’ ને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. તેના દરેક પાત્રની પ્રશંસા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts