અમરેલી

ખેલ મહાકુંભ –  સૌરાષ્ટ્ર ઝોનની બહેનો માટેનીહોકી સ્પર્ધાનો તા.૧૩ ફેબ્રુઆરીએથી અમરેલી ખાતે યોજાશે

અમરેલી તા.૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ (મંગળવાર)  ખેલ મહાકુંભ 3.O અંતર્ગત મહિલા હોકી સ્પર્ધાઓ અમરેલી ખાતે યોજાશે.ઓપન એઇજ, અંડર-૧૭ અને અંડર-૧૪ વિવિધ વયમર્યાદાઓમાં આવતી સૌરાષ્ટ્ર ઝોનની મહિલા હોકી ખેલાડીઓની હોકી સ્પર્ધા ફેબ્રુઆરી-૨૦૨૫ની તા.૧૩ થી તા.૧૫ દરમિયાન યોજાશે.

અમરેલી ચિત્તલ રોડ સ્થિત સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુમાં) ખાતે યોજાનાર આંતર જિલ્લા (ઇન્ટર ડિસ્ટ્રીક) હોકી સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે તંત્ર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યાં છે.

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ઝોન કક્ષાએ (ઇન્ટર ડિસ્ટ્રિક્ટ) ઓલમ્પિક રમતો (ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, વોલીબોલ) અને નોન ઓલમ્પિક એટલે કે, કબડ્ડી, ખો-ખો, શૂટિંગબોલ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ દરેક જિલ્લામાં તા.૮-૨-૨૦૨૫ થી તા.૨૧-૨-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવી રહી છે, તેમ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts