RCB સામેની હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ શુક્રવારે સાંજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ સીઝન આગળ વધે તે પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે.
પંજાબ સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયો છે. બેંગલુરુ સામેની નજીકની મેચ હાર્યા બાદ કોલકાતાની બોલિંગ ટીમ માટે આ સારા સમાચાર છે.
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ IPL પહેલા પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહ્યો હતો, ત્યાર બાદ તેણે 30 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન વોર્નના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પેટ કમિન્સ 6 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પોતાનો ક્વોરેન્ટાઇન પીરિયડ ખત્મ કર્યા બાદ ટીમ સાથે જોડાશે. કોલકાતાએ મેગા ઓક્શનમાં પેટ કમિન્સને 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ છેલ્લી બે સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે પણ સંકળાયેલો હતો. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 37 મેચ રમી છે અને 38 વિકેટ પોતાના નામે કરી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે વર્તમાન સિઝનમાં બે મેચ રમી છે, પ્રથમ મેચમાં કોલકાતાએ ચેન્નઈને હરાવ્યું હતું, જ્યારે બીજી નજીકની મેચમાં તેને આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિંસના આગમન બાદ સુકાની શ્રેયસ અય્યર પાસે શ્રેષ્ઠ વિકલ્પ હશે.
Recent Comments