ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત
મૃતક સંજય મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું અમદાવાદના ગોતામાં વંદેમાતરમ ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં સ્વસ્તિક સ્કાયલાર્ક ફ્લેટની સામે પ્રધામમંત્રી આવાસ યોજનાના નવા મકાનો બની રહ્યા છે. અહીં જ રહેતા અને મજૂરી કામ કરતો કમલેશ ઉજમાલાલ ડામોર મજૂરી કામ દરમિયાન એ બ્લોકના ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. મૃતક સંજય મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માત મોતનોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments