ભાજપના શાસનમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર *કાયદો અને વ્યવસ્થાના મામલે નિષ્ફળ* સાબિત થઈ રહ્યો છે. લોકો પોતાને અસુરક્ષિત અનુભવતાં થયા છે. તાજેતરમાં *રાજુલા સિવિલ હોસ્પિટલ* જેવી અતિસંવેદનશીલ જગ્યાએ *વકીલો પર ખુલ્લેઆમ હુમલા થવા લાગી રહ્યા છે*, જે સ્પષ્ટ કરે છે કે સરકારે કાયદાની લાગુપડતાની સંપૂર્ણ બેકદરી કરી છે.
વિસ્તારમાં ઠેરઠેર *દરિયાકાંઠે તાડી અને દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે*, જેના લીધે યુવાવર્ગ નશાની લતમાં ફસાઈ રહ્યો છે. ઘણીવાર જેના કારણે *યુવાનોના મોત* પણ બન્યા છે. આવી પરિસ્થિતિએ અનેક પરિવાર ઉજડી ગયા છે — *નાની ઉંમરે બહેનો વિધવા થવાની દુ:ખદ ઘટનાઓ* સામે આવી રહી છે.
હું, *ટીકુભાઈ વરૂ*, કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે, ગુજરાત રાજ્યના *માન્ય મુખ્યમંત્રી શ્રી* *અનેગૃહમંત્રીશ્રીને* નીચે મુજબની માંગણી કરું છું:
1. રાજુલા-જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.
2. દારૂ અને તાડીના અડ્ડાઓ બંધ કરીને તસ્કરો અને નશા વેપારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય.
3. સિવિલ હોસ્પિટલ અને જાહેર સ્થળોએ સુરક્ષા સુનિશ્ચિત કરાય.
જાહેર જનતાનું આરોગ્ય, સુરક્ષા અને ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરી છે. જો યોગ્ય પગલાં ન લેવાય, તો *કોંગ્રેસ પક્ષ* લોકોની સાથે મળીને *આંદોલન* કરવાની ફરજ પડે છે.
Recent Comments