સાવરકુંડલા વિધાનસભા ના લિલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય
સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે 250 લાખ ના ખર્ચે ગુંદરણ – હરિપર રોડ
ઉપર ના. નવા બ્રિજ નું ખાત ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું . આ નવી સગવડ થી
ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે આ .
બ્રિજ થી ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે
લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યું હતું આ બ્રિજ થી સ્થાનિકો ના પરિવહન ને સરળ બનાવવા
સાથે વિસ્તારની પ્રગતિ નો સેતુ બનશે
આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ભીખાભાઈ ધોરાજીયા,
તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી વિપુલભાઈ દુધાત, તાલુકા પંચાયત પ્રમુખ
પ્રતિનિધિ શ્રી કાનજીભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, મહામંત્રી શ્રી ગૌતમભાઈ વીંછિયા,
લીલીયા સરપંચ શ્રી જીવનભાઈ વોરા, ગુંદરણ સરપંચ પ્રતિનિધિ શ્રી નિર્મલભાઈ ખુમાણ, શ્રી પરેશભાઈ પાડા, શ્રી
હિતેશભાઈ પરમાર, શ્રી રતિભાઈ રાખોલીયા, શ્રી રમેશભાઈ કાછડિયા અને શ્રી મનસુખભાઈ ઝીંઝુવાડિયા જેવા
પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ ધારાસભ્યશ્રી કસવાલાનો આભાર માન્યો હતો.
તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments