ખાલિસ્તાન સમર્થક જગમીતની દ્ગડ્ઢઁ પાર્ટીને કારમી હાર, આપ્યું રાજીનામું
કેનેડામાં ૨૮ એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરુઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ૩૪૩ બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે.
ડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. પોતાના સમર્થકોને સંબોધતા કાર્નેએ કહ્યું કે, ‘કેનેડાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જ્યારે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેસીશ ત્યારે આ બે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે ભવિષ્યના આર્થિક અને સુરક્ષા સંબંધો પર ચર્ચા કરશે.
કાર્નીએ વધુમાં કહ્યું કે, આપણે ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ વળાંક પર છીએ. અમેરિકા સાથે અમારો જૂનો સંબંધ છે, જે ધીમે ધીમે વધતા એકીકરણ પર આધારિત હતો, હવે જૂના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સ્થાપિત ખુલી વૈશ્વિક વેપાર પ્રણાલી જેના પર કેનેડા બીજા વિશ્વયુદ્ધથી આધાર રાખે છે. એ હવે પૂરું થયું. અમેરિકી વિશ્વાસઘાતના આઘાતમાંથી આપણે બહાર આવી ગયા છીએ, પરંતુ આપણે તેમાંથી મળેલા બોધપાઠને ભૂલવો ન જાેઈએ.
બીજી બાજુ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો વારંવાર બચાવ કરનારા જગમીત સિંહને કેનેડાની સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કેનેડાના ખાલિસ્તાન સમર્થક નેતાની આ હારથી અલગતાવાદી એજન્ડાને પણ મોટો ફટકો પડ્યો છે. સોમવારે હાર સ્વીકારતા જગમીત સિંહે સંસદમાંથી પણ રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, પરિસ્થિતિ એવી છે કે તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જાે પણ ગુમાવી શકે છે. કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય દરજ્જાે જાળવી રાખવા માટે ઓછામાં ઓછી ૧૨ બેઠકો જીતવી જરૂરી છે, જેમાં દ્ગડ્ઢઁ સફળ થઈ શક્યું નથી. જગમીત સિંહે પાછલી ઘણી ચૂંટણીઓમાં પોતાને કિંગમેકર તરીકે જાેયા હતા, પરંતુ આ વખતે તેઓ દરેક રીતે નબળા પડી ગયા છે.
માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. જે બાદ કેનેડામાં દેશભક્તિની ભાવના મજબૂત થઈ. જેનો ફાયદો લિબરલ પાર્ટીને થયો હોય તેવું અનુમાન છે. માર્ક કાર્ની કેનેડા અને બ્રિટનની સેન્ટ્રલ બૅન્કોમાં ગર્વનર રહી ચૂક્યા છે. જસ્ટિન ટ્રૂડો બાદ તેમણે કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી.
સતત આઠ વર્ષ સુધી દ્ગડ્ઢઁના વડા રહેલા જગમીતે હાર સ્વીકારતા કહ્યું કે, ‘હું નિરાશ છું કે આપણે વધુ બેઠકો જીતી ન શક્યા. પણ હું અમારી પ્રવૃત્તિઓને લઈને નિરાશ નથી. હું અમારા પક્ષ વિશે આશાવાદી છું. હું જાણું છું કે, અમે હંમેશા ડર કરતાં આશાને પસંદ કરીશું.
Recent Comments