ગુજરાત

અમદાવાદના નરોડા વિસ્તારમાં લિફ્ટ ચોથા માળેથી બેઝમેટમાં પટકાઈ, સાત લોકો ને તેમાંથી સુરક્ષિત બહાર કઢાયા

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશિષ ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પટકાઈ હતી. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓએ ગભરાઈને ચીસાચીસ કરી મુકી હતી. લિફ્ટમાં સાત લોકો ફસાયા હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને લિફ્ટ માં ફસાયેલા લોકો ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં બે બાળકો અને ચાર મહિલા સહિત સાત જેટલા લોકો ફસાયા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી સ્થાનિકોએ દરવાજો તોડ્યો હતો. લીફ્ટની સમસ્યાની રજુઆત કરી હોવા છતા કોઇ પગલા લેવાયા નહોતા તેવી દલીલ સ્થાનિક લોકોએ કરી હતી.

Related Posts