અમરેલી

અમરેલી જિલ્લાના નાસતા ફરતા ૧૦ આરોપીઓની યાદી જાહેર, ચોક્કસ માહિતી આપનારને રૂ.૧૦,૦૦૦નું ઈનામ આપવાની જાહેરાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક

રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઠરાવ મહક/૧૦૯૮/૫૨૮(૧) વ તા.૧૭.૦૮.૨૦૨૨ના અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના નાસતા ફરતા ટોપ – ૧૦ આરોપીઓની યાદી પ્રસિદ્ધ કરી છે. આ આરોપીઓ વિશે સાચી માહિતી આપનારને રૂ. ૧૦,૦૦૦નું ઈનામ આપવામાં આવશે. વધુમાં આ અંગે ચોક્કસ માહિતી આપનારની સલામતી માટે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ યાદી મુજબ આરોપી નં. ૦૧ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૧૮૫/૨૦૦૫ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૧૮૦ ના આરોપી મગન ચીમન ગોહિલ, સરનામું – કેવન બારીયા, જિ.દાહોદ, હાલ રહે. અમરેલી, રંગપુર રોડ, દિનેશભાઈની વાડીએ, જિ. અમરેલી. આરોપી નં. ૦૨ લાઠી પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૪૧/૧૯૯૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ના આરોપી છલીયા ભાવસિંહ પલાસ, રહે. સરસોલા, વીરસીંગ ફળિયા, જિ.દાહોદ. આરોપી નં. ૦૩ બાબરા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૧૬/૧૯૯૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ના રામદાસ ઉર્ફે કાળુ અમરદાસ ગોંડલીયા, રહે. ચમારડી તા. બાબરા, જિ. અમરેલી. આરોપી નં. ૦૪ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૭૦/૧૯૯૭ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ આરોપી બાબુભાઈ એસ.પટેલ, રહે, પાલનપુર જિ. બનાસકાંઠા. આરોપી નં. ૦૫. સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૫૪/૨૦૧૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, વૈભવ બીપીનભાઈ માટલીયા, રહે. મગીયા શેરી, તા. સાવરકુંડલા, જિ. અમરેલી.

આરોપી નં. ૦૬ રાજુલા પોલીસ સ્ટેશનના સે.ગુ.ર.નં. ૧૮૫/૧૯૮૮ ઇ.પી.કો. કલમ ૫૦૬(૨)ના આરોપી ગોબર નાથા પટેલ, રહે. દાતરડી,તા. રાજુલા, જિ, અમરેલી. આરોપી નં. ૦૭ રાજુલા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૭૨/૨૦૦૫ ઇ.પી.કો ૪૦૬ના આરોપી ત્રિકમલાલ કે. ચાવડા, રહે. ખેરવા, તા. દશાડા, જિ. સુરેન્દ્રનગર.

આરોપી નં. ૦૮ ધારી પોલીસ સ્ટેશનના પ્રો.હી. ગુ.ર.નં. ૨૪૬/૨૦૧૩ પ્રો.હી. કલમ નં. ૧૧૬(બી) ૮૧ના આરોપી અશોકભાઈ મારવાડી, રહે. નડીયાદ, તા.નડીયાદ, જિ. ખેડા. આરોપી નં. ૦૯ ખાંભા પોલીસ સ્ટેશનન ગુ.ર.નં ૧૧૧૯૩૦૨૭૨૧૦૫૨૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ નં. ૩૬૩,૩૭૬(૨)(જે)(એન), ૩૨૮ તથા પોક્સ એક્ટ, કલમ ૪, ૮ના આરોપી ગણપતભાઈ નાનજીભાઈ પરમાર, રહે બાવળા, જિ. અમદાવાદ. આરોપી નં. ૧૦ રાજુલા પોલીસ સ્ટેશનન ગુ.ર.નં ૧૫૨/૨૦૦૩ ઇ.પી.કો. કલમ નં ૪૦૬ના આરોપી પ્રકાશ રતિલાલ બધાણી, રહે. પીપાવાવ, તા. રાજુલા, જિ. અમરેલી મુળ રહે. મુંબઈ, મલાડની જાહેરાત કરવામાં આવી છે.

ઉક્ત આરોપીઓ અંગેની ચોક્કસ વિગતો હોય તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

Related Posts