સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયતો અને કુલ – ૦૬ નગરપાલિકાઓ (અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, દામનગર, ધારી)ની ચૂંટણી યોજાશે. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ, કામદારોને તેમજ દુકાન, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કરાખાનાઓ, હોસ્પિટલોના કર્મચારીઓ, કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર મતદાનના દિવસે તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોડ નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવાના સમય પૂરતી સવેતન રજા આપવાની રહેશે.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી, અમરેલીના હુકમથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કર્મચારીઓને વહેલા જવા અથવા મોડા આવવા માટેની છૂટ અથવા મતદાન પ્રક્રિયા પૂરતી સવેતન રજા આપવાની રહેશે.
















Recent Comments