fbpx
ગુજરાત

લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેકકોર્સ ની ઉત્તરપ્રદેશ ના અસંખ્ય ગ્રામ્ય માં અવિરત નેત્રયજ્ઞ કેમ્પો અંધજનો ને દ્રષ્ટી પ્રદાન માટે ગુજરાત લવાશે સેવા જ કરવી છે તેને દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી

ઉત્તરપ્રદેશ. સુરત થી  કથા માં ગયેલ ગુજરાતી ઓએ એ સેવા ની ધૂણી ધખાવી  અયોધ્યા  છપૈયા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં સુરત ની લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને ઇન્ડિયન રેડકોર્સ સુરત ની અવિરત સેવા સેવા જ કરવી હોય તેને દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી  મૂળ સૌરાષ્ટ્ર ના સુરત સ્થાયી પરિવારો ના મહિલા સતસંગ મંડળ ની શ્રી સ્વામિનારાયણ મિત્ર મંડળ શ્રી ભક્તિ મહિલા મંડળ આયોજિત ઘનશ્યામ બાળ ચરિત્ર કથા છપૈયા માં  ડિસેમ્બર ૨૦૨૪ તા.૧૯ થી ૨૫  દરમ્યાન આયોજન કરાયું હતું  કથા દરમ્યાન સુરત ની સંસ્થા ના અગ્રણી ઓને સેવા કેમ્પ નો વિચાર આવતા તુરંત દાન ને મહા પુણ્ય ની યુક્તિ એ શરૂ થયા નેત્રનિદાન તેમજ નેત્ર પ્રત્યારોપણ માર્ગદર્શન અને વિનામૂલ્યે ચશ્માં વિતરણ કેમ્પો  તા.૨૧ ને સવારે ૯-૦૦ થી ૪-૦૦ વાગ્યા સુધી ૬૦૦ જેટલા દર્દીઓએ નેત્ર નિદાન કરાવીને ૪૫૦ જેટલા દર્દીઓને નજીકના તેમજ દૂરના ચશ્મા વિના મૂલ્ય આપવામાં આવ્યા.આ નેત્ર નિદાન શિબિરમાં ઓપ્થલ્મીક આસિસ્ટન્ટ દિનેશભાઈ જોગાણી ( ઉપપ્રમુખ રેડ કોર્સ સોસાયટી સુરત લોકદ્રષ્ટી  ચક્ષુબેક, ઉપાઘયક્ષ સક્ષમ સુરત મહાનગર)તથા અકાળા ગામના અમીતભાઈ ગજેરા  ભદરેશભાઈ વેકરીયા સ્વયંસેવક ભાઈ બહેનો ના માધ્યમથી આ નેત્રનિદાન શિબિરમાં ૭૦ જેટલા દર્દીઓને મોતિયાના નિદાન કરીને નજીકની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે મોકલી અપાયા

તેમજ નેત્ર પ્રત્યારોપણ માટે ૪૫ દર્દીઓને નિદાન કર્યું આ ૪૫ દર્દીઓને બંને આંખે દ્રષ્ટિહીન બનેલા આ દર્દીઓને ફ્રી દ્રષ્ટીવાન બનાવવા માટે ડો પ્રફુલભાઈ શિરોયા પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તથા રેડક્રોસ સોસાયટી, સુરત ગુજરાતના માધ્યમથી નેત્ર પ્રત્યારોપણ માટે જાન્યુઆરી માસમાં જાન્યુઆરી  માસમાં ગુજરાતમાં સુરત કોર્નિયા સર્જન ડો પીંકલોબેન માથુકીયા, કિરણ હોસ્પીટલ  ડો સંકીતભાઈ શાહ, માંડવી તેજસ આંખ ની હોસ્પીટલ પાસે નિદાન કરાવી નેત્ર પત્યારોપણ  પણ અને જરૂરી સારવાર વિનામૂલ્યે દાતાશ્રીના આર્થિક સહયોગથી આપવામાં આવશે આ નેત્રનિદાન શિબિરના પ્રેરક ધનજીભાઈ જશમત રાખોલીયા નટુભાઈ બાલુભાઈ વસોયા ના માર્ગદર્શનથી અને તમામ સૌજન્ય શ્રી દેવચંદભાઈ લવાભાઈ વસોયા અને જયંતીભાઈ મોહનભાઈ ઢોલરીયા અને સ્વયંસેવક ભાઈઓ ના સહકારથી છપૈયા અને આજુબાજુના ૨૨ જેટલા ગામોમાં સ્વામિનારાયણ મંદિર છપૈયા મહંત સ્વામી ના પ્રયાસથી અને ઉત્તરપ્રદેશ છપૈયા ના પ્રેસ મીડિયાના સહકારથી ગામોના છેવાડાના લોકોને આંખની તકલીફ ભોગવતા ૬૦૦ જેટલા લોકોને લાભ અપાયેલ.

આ શીબીર ને ધ્યાનમાં રાખીને જરુરીયાંત મંદો ની સખ્યા વઘુ હોવાથી  આગામી ૨૩ તારીખે સોમવારે સવારે ૯-૦૦ થી સાંજે ૪-૩૦ સુધી ફરી નેચરલ નિદાન તેમજ નેચરલ પ્રત્યારોપણ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ નું શિબિર રાખેલ જરૂરિયાત મંદોને આ શિબિર નો લાભ લીધેલ ગરવી ગુજરાત ના ગૌરવ તબીબી ક્ષેત્રે કાર્યરત ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી, લોકદ્રષ્ટી ચક્ષુ બેંક આ શિબિરમાં ભારત ભરમાં કાળી કીકીના કારણે ભારત ભરમાં અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટીવાન બનાવવા માટે આ આ શિબિર ખૂબ જ ઉપયોગી બની રહેશે છપૈયા સ્વામિનારાયણ બાળ ઘનશ્યામ કથા ના આધ્યાત્મિક મેળાવડા સાથે નેત્રનિદાન સારવાર જેવા માનવતાના કાર્ય માટે પહેલ કરી અકાળા ગામ ભક્તિ મહિલા મંડળ અને અકાળા મિત્ર મંડળ આ શિબિરમાં છેલ્લા એક માસથી છપૈયા મહંત સ્વામી અને આજુબાજુના મહાનુભાવો ના સહયોગથી આ સફળ શિબિર થઈ રહી છે 

સ્વયંસેવક પંકજભાઈ વસોયા ધર્મેશભાઈ વસોયા  સુરેશભાઈ વસોયા  ભુપતભાઈ અરવિંદભાઈ લુખી તુલસી લુખી  કોમલ રામાણી નીલમબેન વેકરીયા અસ્મિતા ગજેરા અને આ સપ્તાહમાં સુરત અકાળા ના ૪૦૦  કરતાં વધારે ભક્તોજનો કથા નું રસપાન કરતાં છપૈયા ના બાળ ઘનશ્યામ ચરિત્ર અને બાળ લીલા ના સ્થળે દર્શન અર્થે ગયા હતા કથાનું વ્યાસપીઠ પરથી મહાન પરમ પૂજ્ય નીલકંઠ ચરણ નીલકંઠ શરણદાસ સ્વામી આચાર્યશ્રી કૌશલ્ય પ્રસાદ મહારાજ કાલુપુર અમદાવાદ ના શુભાઆશિષ થી આ સ્વામિનારાયણ ભક્તિ મહિલા મંડળના  ઘનશ્યામ બાલ ચરિત્ર પારાયણ સાથે જનસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્ર સાથે માનવતાના કાર્ય કરી ચરિતાર્થ કર્યું  નીલકંઠચરણ દાસજી સ્વામી, છપૈયા ધામમાં પધારી કથા વાર્તા નો લાભ આપ્યો હતો તેમાં તેમના શિષ્ય સંતો  શ્રુતિપ્રકાશ સ્વામી,અમૃતવદન સ્વામી, ગુણસાગર સ્વામી,વિભવસાગર સ્વામી, ચૈતન્યસાગર સ્વામી, પાર્ષદ મનિષભગત પધારી  દર્શન સેવાનો લાભ આપ્યો હતો આમ ધાર્મિક મેળાવડા માં માનવતા ની મહેક બની સુરત ની સંસ્થા અંધત્વ નિવારણ માટે બેનમૂન કાર્ય કર્યું કથા સાંભળવા ગયેલ ગુજરાતી પરિવારો  સેવા યજ્ઞ કરી લોક કલ્યાણ નું વંદનીય કાર્ય ની સર્વત્ર નોંધ લેવાય રહી છે 

Follow Me:

Related Posts