Iઅમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મૅગેઝિન ક્લબ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત સામયિક સંવાદ “પ્રસાર (PRASAR Periodical Resource Access & Scholarly Archive Repository)” પરિચય કાર્યક્રમ તા. 28/06/2026 ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના UHP હોલ ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેગેઝિન ક્લબ, અમદાવાદના પ્રમુખ શ્રી પી. કે. લહેરી ઉપસ્થિત રહ્યા હતા, ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સામયિકોના પ્રકાશકશ્રીઓ, સંપાદકશ્રીઓ, તેમજ તંત્રીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 50થી વધુ પ્રકાશકો, તંત્રીઓ, સંપાદકો સહભાગી થયા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રિન્ટ સ્વરૂપે પ્રકાશિત થતા સામયિકોના ડિજિટાઇઝેશન, ડિજિટલ સંરક્ષણ અને જ્ઞાનના વ્યાપક પ્રસાર માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા વિકસાવવામાં આવેલી PRASAR (Periodical Resource Access & Scholarly Archive Repository) योซनानो परियय કરાવવાનો તેમજ ડિજિટાઇઝેશન ક્ષેત્રે શરૂ કરવામાં આવેલી કન્સલ્ટન્સી સેવાઓ વિશે માહિતી આપવાનો હતો.કાર્યક્રમની શરૂઆત શ્રી જગદીશભાઈ પરીખ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી.
શ્રી ભીમજીભાઈ નાકરાણીએ મૅગેઝિન ક્લબ, અમદાવાદનો પરિચય આપી સંસ્થાની પ્રવૃત્તિઓ અને સામયિક ક્ષેત્રે તેના યોગદાન અંગે માહિતી આપી હતી.
ડૉ. પ્રદીપભાઈ પટેલ દ્વારા ગ્રંથાલયની સેવાઓ અને પ્રવૃતિઓનો વિશે પરિચય આપવામાં આવી અને PRASAR યોજનાની માહિતી આપતું પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું. જેમાં આજના ડિજિટલ યુગમાં પ્રિન્ટ સામયિકોના સંરક્ષણની આવશ્યકતા, ગુજરાતી સામયિકોની વર્તમાન સ્થિતિ તથા ડિજિટાઇઝેશનની અનિવાર્યતા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી.
ડૉ. વિરલ આસજોલા દ્વારા વિદ્યાપીઠ ત્રૈમાસિકનો લાઈવ ડેમો આપવામાં આવ્યો. PRASAR યોજનાની કાર્યપદ્ધતિ, સામયિકોના ડિજિટાઇઝેશનની પ્રક્રિયા, ડિજિટલ આર્કાઇવિંગ, મેટાડેટા નિર્માણ તેમજ ડિજિટલ માધ્યમ દ્વારા સામયિકોને વાચકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી.
ઉક્ત પ્રસ્તુતિ બાદ ઉપસ્થિત પ્રકાશકો અને સંપાદકો સાથે પ્રશ્નોત્તરી તથા સંવાદ સત્ર યોજાયું હતું, જેમાં યોજનાના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ યોજનામાં રસ દાખવી પોતાના સૂચનો અને અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.
મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે જ્ઞાનનું સર્જન જેટલું મહત્વનું છે, એટલું જ તેનું સંરક્ષણ અને વ્યાપક પ્રસાર પણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ગૂજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજીના જ્ઞાન અને સમાજસેવાના આદર્શોને અનુસરીને સમયની
જરૂરિયાત મુજબ સતત નવી પહેલો કરી રહ્યું છે. ડિજિટલ યુગમાં જ્ઞાનને વધુ સુલભ અને સુરક્ષિત બનાવવાની દિશામાં PRASAR યોજના મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રી પી. કે. લહેરીએ મેગેઝીન ક્લબ, અમદાવાદની પ્રવૃતિઓ વિશે તથા ગુજરાતી સામયિકોની સમૃદ્ધ પરંપરા અને તેમના સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડયો. તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષાના અનેક મલ્યવાન સામયિકો આજે પણ માત્ર પ્રિન્ટ સ્વરૂપમાં ઉપલબ્ધ હોવાથી તે
સંશોધકો અને ભાવિ પેઢી સુધી સરળતાથી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડિજિટાઇઝેશન માત્ર સમયની માંગ જ નહીં, પરંતુ જ્ઞાનવારસાના સંરક્ષણ માટેની જવાબદારી પણ છે.
કાર્યક્રમના સંવાદ સત્રમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ ગુજરાતી સામયિકોના ડિજિટાઇઝેશન, કૉપિરાઇટ, ડિજિટલ સંરક્ષણ, ઓપન ઍક્સેસ, ઇન્ડેક્સિંગ અને સંસ્થાઓ વચ્ચેના સહયોગ જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા. ઉપસ્થિત સૌએ PRASAR જેવી પહેલને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવી અને ભવિષ્યમાં આ કાર્ય સાથે જોડાવાની તૈયારી દર્શાવી.અંતમાં ડૉ. રંજન મકવાણાએ ઉપસ્થિત મહેમાનો, પ્રકાશકો, પ્રતિનિધિઓ તથા કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.સુશ્રી ગાયત્રી પ્રજાપતિ એ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. PRASAR માત્ર ગૂજરાત વિદ્યાપીઠની પહેલ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતી જ્ઞાનજગત માટે ડિજિટલ સંરક્ષણ, શૈક્ષણિક સહયોગ અને વૈશ્વિક જ્ઞાનપ્રસારનું એક વિશ્વસનીય માધ્યમ બનશે. આ પહેલ દ્વારા ગુજરાતી જ્ઞાનવારસાનું સંરક્ષણ થશે, સંશોધનને નવી દિશા મળશે અને ભાવિ પેઢીઓ માટે અમૂલ્ય જ્ઞાનસંપદા સુરક્ષિત રહેશે.nbox



















Recent Comments