અમરેલી

સાવરકુંડલા ખાતે મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી

મહર્ષિ વાલ્મિકીના આદર્શોને અનુસરી સમાજસેવા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો.

સાવરકુંડલા મહર્ષિ વાલ્મિકી જયંતિના પવિત્ર પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલય અટલધારા ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હસુભાઈ ખેતરીયા, મહામંત્રી લલિતભાઈ માru, રમેશભાઈ વેગડા, હર્ષદભાઈ પરમાર, અમરેલી જિલ્લા લઘુમતી શેલના સંયોજક યુનુસભાઈ જાદવ, તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મહીડા, નગરપાલિકાના સદસ્ય કેશુભાઈ બગડા સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહર્ષિ વાલ્મિકીજી ને પુષ્પાજંલી અર્પણ કરી પૂજન, અર્ચન કર્યું હતું.
સાવરકુંડલા મહર્ષિ વાલ્મિકીજીના તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અમૂલ્ય યોગદાન અને રામાયણની રચના દ્વારા સમાજને આપેલા સંદેશાનું સ્મરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહર્ષિ વાલ્મિકીના આદર્શોને અનુસરી સમાજસેવા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો હતો અને સમાજમાં એકતા, સદ્ભાવના અને મહર્ષિ વાલ્મિકીના ઉપદેશોનું મહત્વ રજૂ કર્યું હતું કાર્યક્રમનું સફળ આયોજન બદલ તમામ કાર્યકર્તાઓ અને હાજર રહેલા નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ લલીતભાઈ મારુ ભાજપ આગેવાનની અખબારી યાદી જણાવેલ.

Related Posts