અમરેલી

હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ના મહેશ ભુવા નું વસ્ત્રદાન અભિયાન. “બીજા ના દિલ માં ખુશી નો દીવો પ્રજ્વલિત કરવી એજ સાચી દિવાળી”

સુરત માં હેલ્પીગ ચેરી ટેબલ ટ્રસ્ટ ના ભુવા મહેશ મૂળ સૌરાષ્ટ્ર ના પણ દરેક ની નાની મોટી મદદ માટે તત્પર રહેવું એજ જીવન મંત્ર બનાવી અનોખા અભિયાનો માટે જાણીતા છે “ચલો દીપ જલાયે વહા અભી અંધેરા હૈ”  બીજા ના દિલ માં ખુશી નો દીપ પ્રજ્વલિત કરવા માટે સુખી સંપન્ન પરિવારો ને હદય સ્પર્શી અપીલ કરી બિન જરૂરી સારી કન્ડિશન માં પહેરી શકાય તેવા કપડાં એકત્રિત કરી જરૂરિયાત મંદો સુધી પહોંચાડવા નું પ્રણ 

વસ્ત્ર દાન મહાયજ્ઞ નો પ્રારંભ કર્યો 

સોશ્યલ મીડિયા ના માધ્યમ થી અતિ જરૂરીયાતમંદ પરિવારો માટે સ્વાસ્થ્ય સંબંધી આરોગ્ય સારવાર અર્થે કરોડો રૂપિયાની સીધી મદદ કરનાર વામવય ના ભુવા મહેશે આ વર્ષે દિવાળી પહેલા શરૂ કર્યો વસ્ત્રદાન નો સેવાયજ્ઞ અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દિવાળી ના તહેવાર નિમિત્તે અતિ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો પોતાના કે પોતાના બાળકો માટે નવા કપડા ની ખરીદી કરી શકતા નથી તેથી સેવા ના ભાવ થી સોશ્યલ મીડિયા માં થોડા સમય પહેલા પોસ્ટ વહેતી કરી હતી કે શહેર ની જનતા તથા મેન્યુફેક્ચર્સ કે રિટેલ હોલસેલ વેપારી પોતાના જૂના સ્ટોક ના કોઈપણ માપ સાઇઝ ના કપડા યોગીચોક ખાતે આવેલ સેવા સેતુ ખાતે પહોંચાડો અમે ગરીબ પરિવારો સુધી પહોંચતા કરીશું

આ પોસ્ટ થી જોત જોતામાં શહેર ના સેવા ભાવિ લોકો એ ૨૦૦ થી વધુ જોડી કપડા પહોચતા કરતા સેવાયજ્ઞ નો આરંભ થઈ જતા ગરીબ લોકો આ સેવા નો લાભ લેવા વિના સંકોચે જ દોડી આવ્યા હતા…. અને શહેરીજનો તરફથી દિવાળી ની સપ્રેમ ભેટ મેળવી ખુશ થઈ રહ્યા છે.આમ સોશ્યલ મીડિયા ના સદુપયોગી અને યુવાનો માટે પ્રેરણા નો સ્ત્રોત ભુવા મહેશ ના દરેક વિચાર જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદ રૂપ નીવડે છે પ્રજ્વલિત સેવાયજ્ઞ દ્વારા થતી સેવા નું સરનામું સેવા સેતુ યોગી ચોક, 232 નંબર, બીજો માળ, સુરત મો. 8758758778 

Related Posts