અમરેલી ના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે સરદર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ના બેનર હેઠળ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ને પત્ર પાઠવી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલનું જન્મ સ્થળ કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જાની ઓળખ જાળવી રાખવા બાબત રજુઆત કરી ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ એ આપણા ગુજરાત રાજ્યનું ગૌરવરૂપ મહાન વ્યક્તિત્વ છે. તેમનું વતન ગુજરાતનાં કરમસદ ગામ એ આઝાદ ભારતનાં ઇતિહાસમાં આગમી ઓળખ ધરાવતું ગામ છે જેને જાળવી રાખવા એ આપણા સૌ ગુજરાતીઓની પ્રથમ ફરજ છે. ત્યા
રે વર્તમાન ગુજરાત સરકારનાં શાષકોએ તા.૦૧/૦૧/૨૦૨૫ નાં રોજ આણંદ જિલ્લાનાં મહાનગર પાલિકાની જાહેરાત કરી કરમસદ ગામનો વિસ્તાર મહા નગરપાલિકાની અંદર આવરી લેવાનો નિર્ણય કરેલ છે જે દુઃખદ બાબત ગણી શકાય. સરદાર સાહેબનાં વંશજો, સામાજીક સમર્થકો તથા આસપાસનાં ગ્રામજનોએ આ અંગે વ્યાપક વિરોધ કરી ઉપરોકત નિર્ણયમાં ફેરફાર કરી કરમસદ ની આગવી ઓળખ જાળવી રાખવા હ્રદયપુર્વકની અપીલ કરેલ છે. અગાઉ આજ મુદ્દા પર સરદાર સાહેબનાં સામાજીક વંશજોએ આમરણાંત ઉપવાસ પર બેસેલ, પરંતુ તે સમયનાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે આ ઉપવાસીઓને શાંત્વના આપી ચર્ચા-વિચારણા કર્યા વગર આવો નિર્ણય નહી લેવાય તેવી હૈયા ધારણ આપેલ, પરંતુ કથની અને કરણી માં શાષકોમાં ફેર હોય, ફરી આ પ્રત્યે ઐતિહાસિક ઝાંખીઓને ભુશવાની જે દુ:ખદ પ્રયાસ થઈ રહ્યો છે જેનો એક ગુજરાતી તરીકે મને રંજ હોય, આ સાથે કરમસદ ગ્રામજનોની વ્યાજબી માંગણી સહિતનો પત્ર સામેલ હોય, આ અંગે ઐતિહાસિક વારસને આપણે સૌ જાળવવા કટીબધ્ધ રહીએ તેવું સ્તુત્ય પગલું ભરવા હું આપને અનુરોધ સહ વિનંતી કરી રહ્યો છું મને આશા અને વિશ્વાસ છે કે સરદાર સાહેબનાં આપણે સૌ વૈચારિક વંશજોએ આ અંગે સત્વરે નિર્ણય લઈ કરમસદ ગામને વિશિષ્ઠ દરજજો આપવા હું આપને વિનંતી સહ રજુઆત કરું છું.
Recent Comments