ગુજરાત

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી

રાજકોટમાં સાયબર ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી છે. રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ ૬ ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર ૬ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રમોશન કરીને મહિને લાખો રૂપિયા કમાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. જેમાં નિલેશ ચાવડા,ભાવેશ રાઠોડ,લક્ષ્મણ જંજવાડીયા,સાગર છૈયા,ઇલેશ દેરવાડિયા,વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે.
આ મામલે ડ્ઢઝ્રઁએ જણાવ્યું હતું કે, ‘સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડિયા સેલ વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા પર નજર રાખે છે. જેમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા છ ઈન્ફ્લુએન્સરો અમારી ટીમને જાેવા મળ્યા હતા. જેમાં લિંક પોસ્ટ કરવાના ઈન્ફલુએન્સરને ૭૦૦૦ રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા બંને બેઈન્ફ્લુએન્સરો વિરૂદ્ધમાં જુગાર ધારાની કલમ ૧૨-એ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.‘

Related Posts