અમરેલી તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૪ (બુધવાર) કેન્દ્ર સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમમાં પુરુષોનો ફાળો વધારવા દર વર્ષે તા.૨૧ નવેમ્બરથી તા.૦૪ ડિસેમ્બર દરમિયાન પુરુષ નસબંધી (NSV) પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.આ અભિયાનના ભાગરુપે આગામી તા.૦૬ ડિસેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ભાવનગરના NSV સર્જનશ્રી ડૉ. બોરિયા સેવા આપશે.આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં વિવિધ પ્રકારના કુટુંબ નિયોજન જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગ્રુપ મીટીંગ, આરોગ્ય કર્મચારીઓએ દંપતીની રુબરુ મુલાકાત કરી તેમને પુરુષ નસબંધી અને તેને લગતી વિગતોનું માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ દંપતીઓમાં આ અંગે જાગૃત્તિ આવે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી કરી હતી.નાગરિકો વાંચી શકે તે રીતે અમરેલી જિલ્લાના પ્રત્યેક પ્રાથમિક અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર પ્રચાર-પ્રસારનું સાહિત્ય, સ્ટેન્ડી અને બેનરો દ્વારા કુંટુંબ નિયોજન જાગૃત્તિ પ્રસરાવવામાં આવે છે, તેમ અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
પુરુષ નસબંધી પખવાડિયુ: તા.૦૬ ડિસેમ્બરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ખાતે જિલ્લા કક્ષાનો કેમ્પ યોજાશે

Recent Comments