અમરેલીના માલવણ મુકામે ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ માટે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત કલ રૂ. ૨૫ લાખના ખર્ચે નવું પંચાયત ભવન આકાર પામશે. નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે.
ઉર્જા રાજ્યમંત્રીશ્રી વેકરીયાએ માલવણ મુકામે નવી બનેલ પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, માલવણ મુકામે રૂ. ૯ લાખના ખર્ચે સ્મશાન કંપાઉન્ડ વોલ બનશે સાથે રૂ. ૧૧ લાખના ખર્ચે પીવાના પાણીના સંગ્રહ માટે સંપ પણ બનાવવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અંદાજિત કુલ રૂ. ૫ લાખના ખર્ચે બ્લોક રોડ બનાવવામાં આવશે. આમ, ગ્રામ્યકક્ષાએ વિવિધ વિકાસકાર્યો થતાં નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે.
માલવણ મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણી સર્વશ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments