અમરેલી, તા.૧૩ એપ્રિલ, ૨૦૨૫ (રવિવાર) જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠાના પીપાવાવ, શિયાળબેટ અને ચાંચ બંદર, છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિયાળબેટ સહિતના દરિયાઈ વિસ્તારમાં પણ નાગરિકોને મીઠા જળની વ્યવસ્થાનો સંકલ્પ ગુજરાત રાજ્ય સરકારે સાકાર કર્યો છે.
છેવાડાના વિસ્તારોમાં પણ નિર્મળ જળ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે, તેમ મંત્રીશ્રી એ જણાવ્યુ હતુ. આ ઉપરાંત મંત્રીશ્રીએ છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા, પીપાવાવ ખાતેના પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી.
પાણી પુરવઠાને લગતી કામગીરી સંદર્ભે મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ આ વિસ્તારના નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિસ્તારમાં જળ વિતરણની કામગીરી અંગે મંત્રીશ્રીએ વિગતો મેળવી હતી. મંત્રીશ્રીએ સ્થાનિકોની વિવિધ રજૂઆતો સાંભળી હતી.
આ સાથે પ્રાંત અધિકારી શ્રી ડૉ. મેહુલ બરાસરા, કાર્યપાલક ઈજનેર શ્રી વાજા, શ્રી સિંધવ, અગ્રણી શ્રી રવુભાઈ ખુમાણ, પદાધિકારી શ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીશ્રી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments