ભાવનગર જિલ્લાના કલેકટર ડો. મનીષ બંસલના પ્રત્યક્ષ સુપરવિઝન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલ
“મિશન બાલમન” કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૯ દિવસમાં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય અંગે જાગૃત
કરવામાં આવ્યા છે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં તણાવ, ભય, ઉદાસીનતા જેવા મુદ્દાઓ અંગે સમજ ઉભી
કરવામાં આવી અને ઘણા વિદ્યાર્થીઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
“મિશન બાલમન” કાર્યક્રમની મહત્વપૂર્ણ સિદ્ધિ એ છે કે, ૧૧,૦૦૦ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ અને માનસિક આરોગ્ય
અંગે જાગૃતિ, વ્યક્તિગત કાઉન્સેલિંગ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય, મનોવિજ્ઞાનીઓ, મનોચિકિત્સકો અને
શિક્ષકોની અને RBSK ટીમની સહભાગીતા દ્વારા સામૂહિક પ્રયાસ, શાળાઓ અને સમાજમાં માનસિક આરોગ્ય અંગે
ખુલ્લી ચર્ચા અને સહકાર, બાળકો અને યુવાઓના માનસિક મૂંઝવણના પ્રશ્નો માટે કામગીરી કરી છે. આ સાથે સાથે
બાળકો ખુલીને પોતાની લાગણી માટે વાત કરે એના માટે #Daretoshare સેલ્ફી પોઈન્ટ (દિમાગ કા ઢક્કન ખોલો,
બેઝિઝક અબ બોલો) ભાવનગરના વિવિધ ગરબાના સ્થળો પર મુકવામાં આવ્યા છે.
આ અભિયાન ભવિષ્યની પેઢીને માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાની દિશામાં એક
મહત્વપૂર્ણ પગલું છે. “મિશન બાલમન” દ્વારા શિક્ષકો, માતા-પિતા અને આરોગ્ય કર્મચારીઓમાં પણ માનસિક આરોગ્ય
માટે નવી દૃષ્ટિ ઉભી થઈ છે.


















Recent Comments