ગુજરાત

મિશન દામનગર તાલુકો સમસ્ત પટેલ યુવા આર્મી ની સુરત ખાતે બેઠક યોજાઇ

દામનગર ને પુનઃ તાલુકો મથક આપો ની સરકાર સમક્ષ માંગ કરતી સામાજિક સંસ્થાન સમસ્ત પટેલ યુવા આર્મી ની સુરત ખાતે બેઠક યોજાય દામનગર સહિત પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓના સંકલન માં રહી આગામી દિવસો માં રાજ્ય ના મુખ્ય મંત્રી ને એક પ્રતિનિધિ મંડળ મળશે રાજ્ય સરકાર સમક્ષ દામનગર તાલુકા મથક ની માંગ અંગે વિસ્તૃત રજુઆત કરશે સ્વરાજ પહેલા થી શ્રીમંત સરકાર ગાયકવાડ નો મહાલ તાલુકો સ્વરાજ પછી પણ મહારાષ્ટ્ર માથી ગુજરાત જુદું પડ્યું ત્યાં સુધી દામનગર તાલુકા મથક રહ્યું જિલ્લા ની પુનઃ રચના માં દામનગર તાલુકા નો ભોગ લેવાયો તાલુકો પરત મેળવવા સ્વર્ગીય રતીબાપુ અજમેરા ના ઉપવાસ આંદોલન માં તત્કાલીન મંત્રી એ ખાત્રી આપ્યા બાદ પણ દામનગર ને તાલુકો પરત આપ્યો નથી એ અંગે સબંધ કરતા વિભાગો માં સ્થાનિક સ્તરે થી લઈ ગુજરાત સરકાર સુધી જન પ્રતિનિધિ ઓને આવેદન પત્ર પાઠવી દામનગર સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તારો વચ્ચે દામનગર ને પુનઃ તાલુકો આપો ની માંગ થતી રહી છે ત્યારે ગુજરાત સરકારે આ વ્યાજબી માંગ અંગે દામનગર ને પુનઃ તાલુકા મથક તરીકે જાહેરાત કરી તાલુકા ની સુવિધા આપવી જોઈ એ તેમ સમસ્ત પટેલ યુવા આર્મી ની મીટીંગ માં સુર વ્યક્ત કરાયો હતો સમસ્ત પટેલ યુવા આર્મી ના યુવાનો એ મોટી સંખ્યા માં આ બેઠક માં હાજરી આપી હતી 

Follow Me:

Related Posts