અમરેલી

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું હતું. આ નવી સગવડ થી ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે. આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે.. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યું હતું કે,આ
વેન્ટીલેટેડ કોઝ-વેનું નિર્માણ તેમજ પ્રોટકેસન વોલ એ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. લોકોને રોજિંદા જીવનમાં સરળતા રહેશે અને ગામનો વિકાસ પણ ઝડપી બનશે. આજે જ્યારે ભૂમિપુજન કરવામાં આવ્યું ત્યારે ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ એના માટે ખુશીનો અવસર બન્યો હતો, કારણ કે આ વિકસીત રસ્તાઓ વિસર્જનની ક્ષમતા ધરાવતાં છે અને અનેક મોટી સમસ્યાઓના નિવારણ માટે નવા મોજું ફૂંકાવશે. આ ભૂમિપૂજન સમારોહમાં આ તકે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લાલભાઈ મોર, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત સભ્ય મનુભાઈ ડાવરા, તાલુકા ભાજપ યુવા પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, ભાજપ યુવા અગ્રણી સંજયભાઈ બરવાળીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાઘવભાઈ સાવલિયા, ગણેશગઢ ગામના આગેવાન મનુબાપા કયાડા, ઉકાભાઈ પાઘડાળ, કિશોરભાઈ કયાડા તાલુકા ભાજપ મહામંત્રી
કેતનભાઈ માલાણી, લીખાળા સરપંચ મનસુખભાઈ સાવલિયા, ગૌતમભાઈ ખુમાણ, ફાચરીયા સરપંચ ચંદ્રેશભાઈ રામાણી, રજનીભાઈ ડોબરીયા, કકુભાઈ હિરાણી, કાળુભાઈ સાવલિયા, મનુભાઈ કેવડિયા તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ ધારાસભ્ય કસવાલાનો આભાર માન્યો હતો. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં
જણાવ્યું છે.

Follow Me:

Related Posts