જાગૃત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલાના હૃદય સમાન કાંટા
ઉદ્યોગને હાલમાં પડતી મુશ્કેલીઓ અંગે ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ મંત્રી
માનનીય શ્રી નિમુબેન બાંભણિયા સમક્ષ આજે ભાવનગર ખાતે મહત્ત્વપૂર્ણ રજૂઆત
કરી.
ગઈકાલે જ સાવરકુંડલાના વેપારીઓએ ધારાસભ્યશ્રીને તેમના પ્રશ્નો અંગે રજૂઆત
કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ મહેશભાઈ કસવાલા એ આજે
સાવરકુંડલાની ટીમ સાથે ભાવનગર મુકામે કેન્દ્ર મંત્રીશ્રી સમક્ષ સીધી રજૂઆત
કરી.
આ તકે કાંટા વેપારી અગ્રણી વિપુલભાઈ ( શ્રીમનાથ સ્કેલ ) નાઓ સાથે સીધી
ટેલિફોનિક વાતચીત દરમિયાન મંત્રીશ્રીએ ખાતરી આપી કે – “સાવરકુંડલા કાંટા
ઉદ્યોગનું ડેલીગેશન મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં આવે એટલે તમામ
સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી યોગ્ય અને હકારાત્મક નિરાકરણ લાવવા પૂરતા
પ્રયાસ કરવાની ખાતરી દર્શાવી હતી.”
માત્ર એક જ દિવસમાં સ્થાનિક વેપારીઓની રજૂઆતથી રાજ્ય સરકાર થી લઈને
કેન્દ્ર સ્તરે ચર્ચા કરી ધારાસભ્યશ્રી એ ઝડપી સંકલ્પ દર્શાવતો આ પ્રયાસ
સાવરકુંડલા કાંટા ઉદ્યોગના પ્રશ્નોનું ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવશે એવી
આશા છે
આ રજૂઆત દરમ્યાન સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ,
જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા, પૂર્વ શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ
સાવજ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા તથા શહેર ભાજપ
મહામંત્રી શ્રી મોહિતભાઈ સુદાણી ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments