દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી લી.ના યુવાન સભાસદ ઓધવજીભાઈ ગોરધનભાઈ માણીયાનું અકાળે અવસાન થતા મંડળીના પ્રમુખ મોહનભાઈ ઈસામલીયા તથા મંડળીના યુવાન ઉત્સાહી અને સેવા ભાવી મંત્રી ભુપતભાઈ માલવીયાને જાણ થતા અને તેઓજ આજથી ચાર માસ પહેલા પ્રધાનમંત્રી જીવન જયોતીનું રૂપીયા ૪૩૬નું રૂપીયા બે લાખના વિમાનું પ્રીમયમ ભરાવેલ તે જાણતા હતા આથી તરતજ દામનગર અમરેલી જીલ્લા મભ્યસ્થ સહકારી બેંકના સ્ટાફને જાણ કરી અને જરૂરી ડોકયુમેન્ટ મંગાવેલ આ બાબતે તરતજ મતકના પરીવારના ઘરે જઈ જણાવેલ કે તમારે ફક્ત મરણનો દાખલો અને આધાર કાડ લઈ બેકે જવાનું છે અને અમો પણ તમારી સાથે આવીએ છીએ તેથી તુરંત તેજ દીવસે મતકના પરીવારજનો સાથે દામનગર અમરેલી જીલ્લા બેંકના સ્ટાફને જરૂરી ડોક્યુમેન્ટ આપતા તેઓએ પણ જેતે વિભાગનેજરૂરી ડોક્યુમેન્ટ સાથે મોકલી આપેલ જેથી માત્ર પાંચજ દિવસમાં મતકના વારસદારના ખાતામાં પ્રધાનમંત્રી જીવન જયોતી વિમાની રકમ રૂપીયા બે લાખ જમાં આવતા પરીવારજનોએ રૂબરૂ મળી મંડળીના પ્રમુખ મોહનભાઈ ઈસામલીયા તથા મંત્રી ભુપતભાઈ માલવીયા અને બેંકના સ્ટાફનો અભાર વ્યકત કર્યો હતો. આ સાથે ગ્રામજનોને પણ નમ્ર અપીલ કરી કે સામાન્ય માણસોને ઉંચા પ્રીમીયમ ભરી નથી શકતા તેથી દામનગર અમરેલી જીલ્લા બેંકની મુલાકાત લઈ આવા વિવિધ પ્રકારના ન જીવા દરે ભરવાના પ્રીમીયમની માહીતી લઈ અને આવા પ્રીમીયમ ભરેલ ન હોયતો ભરવા અનુરોધ કરેલ છે અને આ સાથે મંડળીના પ્રમુખ/મંત્રી અને વ્ય.કમીટીએ અમરેલી જીલ્લા બેંકના સ્ટાફની સરાહનીય કામગીરી બદલ આભાર વ્યકત કયો હતો.
ઠાંસા સેવા સહકારી મંડળી લી.ના યુવાન સભાદનું કુદરતી અવસાન થતા જીલ્લા બેંકના સહયોગ વિમા રકમ ચુકવાઈ માત્ર પાંચ જ દિવસમાં સહાય ચુકવાતા સ્ટાફનો અભાર વ્યક્ત કરતા પરીજનો

















Recent Comments