ભાવનગર

ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતમાં તથા પાણીમાં ડૂબી જતાં ૧૦ લોકોનાં મોત નિપજયા છે. જેમાં વડોદરાનાં ૬ આશાસ્પદ યુવાનો તેમજ રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જતાં ચાર લોકોના મોત નો સમાવેશ થાય છે. પૂજ્ય બાપુએ આ આ કરુણ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારને કુલ મળીને રૂપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

            તાજેતરના વરસાદમાં  બિહારમાં વિજળી પડવાથી માર્યા ગયા છે તેમને પણ સાંત્વના પાઠવી રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. બિહારમાં જ એક બીજી ઘટનામાં લખિસરાય ખાતે મંદિરમાં દર્શન કરી રહેલા લોકોમાં કરંટની અફવા ફેલાઈ હતી અને તેમાં ૭ મહિલાઓએ  પ્રાણ ગુમાવ્યા છે તેમને પણ સાંત્વના આપી રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.          આવી જ એક અન્ય એક દુઃખદ ઘટના બંગાળમાં બની હતી જેમાં એક હોટલમાં આગ દુર્ઘટનામાં ૭ લોકોનાં મોત નિપજયા હતા. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. ઉપરની તમામ સહાયતા રાશિ મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે. પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related Posts