નિર્માણ કોઓપરેટીવ કંપનીની આ સ્કિમમાં ૧૦૦થી વધુ મહિલાઓએ રોકાણ કર્યું હતું કૌભાંડી ઝાલાના પોન્ઝી સ્કિમ દ્વારા કરાયેલા કરોડોના કૌભાંડ બાદ સુરેન્દ્રનગરમાં પોન્ઝી સ્કીમમાં ફરી એકવાર લોકો ભોગ બન્યા છે. જેમાં ધાંગધ્રા તાલુકાના મેથાણમાં પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટીવ કંપની દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું અને તેમના નાણાં પરત ન કરવામાં આવતા રાતા પાણીએ રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પોન્ઝી સ્કીમમાં ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામના સૌથી વધુ ગ્રામજનો દ્વારા પ્રસિદ્ધ નિર્માણ કો-ઓપરેટીવ સોસાયટીમાં મહિને ૫૦૦ને ૧૦૦૦ રૂપિયા છ વર્ષ સુધી ભરીને બચત પેટે રોકાણ કર્યું હતું.
ત્યારે આ કંપની દ્વારા લોકોને ૫૦૦ રૂપિયાના છ વર્ષે ૫૦૦૦૦ વ્યાજ સહિત ચૂકવવા અને એક હજારની સ્કીમમાં લોકોને ૯૮૦૦૦ વ્યાજ સહિત ચૂકવવા સ્કીમમાં લોન ખેતીવાડીના સાધનો સહિતની લાલચ આપી હતી. ત્યારે ધાંગધ્રા, મેથાણ સહિત આસપાસના ગામોમાં એક કરોડથી વધુનું આ કંપની દ્વારા લોકોને મુદ્દત પૂર્ણ થતા પૈસા પરત ન કરતા સ્થાનિક લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે એજન્ટો અને ઓફિસોને તાળા મારી ફરાર થઈ ગયા છે. ત્યારે આ કંપનીના બનાસકાંઠાના એક ગામમાં રહેતા માલિકો રમણભાઈ તેમજ તેજલબેનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તેમના રોકાણના પૈસા પરત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં ત્રણ બહેનોને આ કંપની દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યા હતા. ઇન્દુબેન, સવિતાબેન અને સુશીલાબેન દ્વારા ગામની મહિલાઓને સ્કીમમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનો રોકાણ કરાવી અને કંપનીએ પૈસા ન આપ્યા હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Recent Comments