પશુધન વ્યવસ્થાપન, શ્વેતક્રાંતિના સર્જન માટે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેંન્ટ(કાર્ડ) દ્રારા MOU
એન.સી.યુ.આઈ.ના અધ્યક્ષ દિલીપ સંઘાણી, સી.ઈ.ઓ.ડો.સુધીર મહાજન, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, એમ.ડી.ડો.આ૨.એસ.પટેલ અને તૃપ્તિબેન ખન્ના સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાભારત દુધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે તેવા સમયે પશુધન વ્યવસ્થાપન અને શ્વેત ક્રાંતિને વધુ અસરકારક અને જીલ્લા–રાજયના વિકાસમાં અગ્રેસર બનાવવા સહકારી ક્ષેત્ર સતત પ્રયત્નશીલ છે તેમા અમરેલી જીલ્લો પશુપાલન–દૂધ ઉત્પાદનમા શ્રેષ્ઠ કામગીરી બજાવી રહેલ છે.પશુપાલન અને દૂધ ઉત્પાદન કાર્યને વધુ કાર્યદક્ષ બનાવવા અંતર્ગત નેશનલ કો–ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયા (એન.સી.યુ.આઈ.), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.), કે.પી.એમ.જી., ડી.સી.એકસ. અને કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (કાર્ડ) દ્રારા એન.સી.યુ.આઈ. પશુધન વ્યવસ્થાપન શાખાના સહયોગ તળે શ્વેતક્રાંતિના દ્રીતીયચરણમા ઈન્ડિયા લાઈવસ્ટોક એકસચેન્જ પ્લેટફોર્મ (આઈ.એલ.ઈ.) માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યાઆ તકે એન.સી.યુ.આઈ–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સી.ઈ.ઓ. ડો.સુધીર મહાજન, અશ્વિનભાઈ સાવલીયા, ડો.આર.એસ.પટેલ અને તૃપ્તિ ખન્ના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે.
Recent Comments