ટાંટીયા ગ્રુપના ઉપાધ્યક્ષ ડો. મોહિત ટાંટીયા, મહા પ્રબંધક વિકાસ સચદેવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાવિધાર્થીઓમાં સહકારીતાની ભાવના જાગૃત થાય અને આ ક્ષેત્રમાં યુવા શકિત સામેલ થઈને સહકારી પ્રવૃતિને દિશાનું માધ્યમ બને તે સાંપ્રત સમયની જરૂરીયાત છે.યુવાનો સહકારી પ્રવૃતિમાં જોડાય તે માટેના પ્રયત્નોને વેગ આપવા ભાગરૂપે એન.સી.યુ.આઈ. દ્વારા રાજસ્થાન સ્થિત ટાંટીયા યુર્નીવસીટી સાથે પરિણામલક્ષી એમ.ઓ.યુ. દ્વારા વિધાર્થી જાગૃતિ પ્રયાસ કરવામાં આવશે. તેમજ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ક્ષમતા વિકાસ તેમજ સ્વસહાયમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવશે જે અંતર્ગત આજરોજ એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ટાંટીયા ગ્રુપના ઉપાધ્યક્ષ ડો.મોહિત ટાંટીયા, યુનીર્વસીટીના જનરલ મેનેજર શ્રી વિકાસ સચદેવા અને એન.સી.યુ.આઈ. ના સી.ઈ. ડો.સુધીર મહાજન તેમજ એન.સી.યુ.આઈ. ના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે.
વિધાર્થીઓમાં સહકારીતાની જાગૃતતા માટે દિલીપ સંઘાણીની અધ્યક્ષતામા રાજસ્થાન સ્થિત ટાંટીયા યુર્નીવસીટી સાથે NCUI ના MOU


















Recent Comments