મહુવા તાલુકાના ગોરસ ગામે અમરેલી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના હસ્તે ગોરસ પ્રાથમિક શાળાના 6 નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. 1 કરોડ 5 લાખના ખર્ચે તૈયાર થયેલા આ ઓરડાઓ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અભ્યાસમાં સુવિધાસભર બનશે
સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે અને ગ્રામ્ય વિદ્યાર્થીઓને પણ શહેર જેવી સગવડો મળે તે સરકારનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “મારી પ્રથમતા હંમેશા શિક્ષણ, આરોગ્ય અને વિકાસના કાર્યોને આપવાની છે. આ ઓરડાઓ માત્ર ભૌતિક સુવિધા નથી, પરંતુ એ ભવિષ્યના ભારતના શિલ્પકારો માટેના જ્ઞાન મંદિર છે.”
સાંસદશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને શિક્ષણ ક્ષેત્રે અવિરત પ્રયત્નશીલ છે અને અમરેલી લોકસભાના દરેક ખૂણામાં શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત છે. તેમણે ગ્રામજનોને ખાતરી આપી કે આવનારા સમયમાં પણ વધુ વિકાસલક્ષી યોજનાઓ ગોરસ ગામ સહિત સમગ્ર લોકસભામાં અમલમાં મૂકાશે.
લોકાર્પણ સમારોહ દરમિયાન ગામના આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાંસદશ્રીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી



















Recent Comments