અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારી કે.કે. હોસ્પિટલમા વિધાનસભાની જનતાને અદ્યતન સુવિધા મળી રહે તે માટે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સરકારમાં રજૂઆત કરી 55 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. આ રકમથી કે.કે. હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તાર ના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે. સરકારી કે.કે. હોસ્પિટલમાં 300 યુનિટની સ્ટોરેજ વાળી બ્લડ બેંક ટૂંક સમયમાં કાર્યરત થશે. આ બ્લડ બેંક થી દર્દીઓને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે. સાવરકુંડલાની હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેમાં 200 બેડ નો વધારો કરવામાં આવશે, 50 બેડની ક્રિટિકલ કેર અને આધુનિક લેબ સાથેની અદ્યતન સેવાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે મેહુલભાઈ ત્રિવેદીએ ધારાસભ્યના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ એક આધુનિક હોસ્પિટલ બનશે, જેનાથી લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે. સાવરકુંડલા વિધાનસભા ની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ અદ્યતન સુવિધા મળી રહે તે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલના આધુનિકરણ માટે 55 કરોડ મંજૂર કરવા બદલ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી તેમજ કારોબારી અશોકભાઈ ચૌહાણ અને નગરપાલિકા ચેરમેન તેમજ સદસ્યો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે .
સાવરકુંડલાની સરકારી હોસ્પિટલના આધુનિકરણ માટે 55 કરોડ રૂપિયા મંજૂર કરાવવા બદલ ધારાસભ્ય નો આભાર માનતા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી

Recent Comments