અમરેલી શ્રી કલાધાર મલ્ટી ક્રેડિટ એન્ડ સેવિંગ્સ કો ઓપરેટિવ સોસાયટી, અમરેલી દ્વારા નિર્મિત, શ્રી યોગેશ ગઢવી અને શ્રી ભાવના ગોંડલીયા પ્રેરિત, ડૉ. વિક્રમ પંચાલ શૌનક વ્યાસ લિખીત દિગ્દર્શિત, તારિકા ત્રિપાઠી અભિનીત એક જાજરમાન ભવ્ય નાટ્ય પ્રસ્તુતિ, ઉડાન- એક સાહસ કથા નાટકે
૧૭મી એલ એલ ડી સી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત પૂર્ણાંક નાટકોની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તારીખ ૨૩/૦૨/૨૦૨૫ના રોજ ભવન્સ અંધેરી ખાતે ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહ માં વર્ષ ૨૦૨૫ ના શ્રેષ્ઠ નાટક તરીકે સન્માનિત કરવામાં આવ્યું. આ ઉપરાંત નાટક ને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સન્નીવેશ(સેટ) ના પારિતોષિક પણ કલાજગત ના માંધાતાઓ ના હસ્તે એનાયત કરવામાં આવ્યા.૫૦ કલાકારો ના જાજરમાન કાફલો.
ક્યારેય ના જોયેલા અત્યાધુનિક ભવ્યાતિભવ્ય એલ ઇ ડી સેટ નો અવિસ્મરણીય અનુભવ.પાંખ વિના ઉડાન ભરવાની નારી શક્તિના સાહસની આ અનેરી કથા
દરેક પ્રયોગ માં ઑડિન્સ ના સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યા બાદ જલ્દી જ સમગ્ર ગુજરાત અને ભારતભર માં નાટ્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છીએ. નારીશક્તિ ને નમન.જય જય ગરવી ગુજરાત.ભારત માતા કી જય.નારી સમાજ ની અદમ્ય સાહસ વૃત્તિ ને તાદ્રશ્ય કરાવતા નાટ્ય માં નારી ના સાહસ ત્યાગ બલિદાન સહનશીલતા નું નિરૂપણ કરાવતા આફરીન અભિનય ને જલ્દી લોકભાગ્ય કરાશે સમગ્ર ભારત અને ગુજરાત રાજ્ય માં પ્રસ્તુતિ થનાર છે
Recent Comments