અમરેલી શહેરના દીકરાનું ઘર, લાઠી રોડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી શક્તિ મહોત્સવ 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “Strong Women, Strong Nation” થીમ પર આધારિત હતો.
કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ મહિલા સમિતિ અમરેલી, ઈનર વ્હીલ ક્લબ અમરેલી ગીર, Love Yourself Fitness Center અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમરેલીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂનમબેન કુમકિયા (જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી), ડૉ. મીનાક્ષી બારિયા (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી), ડૉ. દિક્ષિતાબેન ભંડેરી, ડૉ. ચેતનાબેન મુરારકર અને બીનાબેન પરીખ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આશરે 13 જેટલી વિવિધ કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ આયોજકો ઉપરાંત જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીશ્રી દ્વારા ભાગ લેનાર બહેનોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. તમામ પાર્ટિસિપેન્ટને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લકી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોગ, પ્રાકૃતિક કૃષિ અને મેદસ્વિતા મુક્તિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે 400થી વધુ લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજનમાં સાગર મહેતા, રીટાબેન કાનાબાર, ઈલાબેન જોબનપુત્રા, નિધિબેન મહેતા, વૈશાલીબેન જોબનપુત્રા, બીનાબેન ત્રિવેદી અને કવિતાબેન ચંદારાણા ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.


















Recent Comments