fbpx
રાષ્ટ્રીય

વૃદ્ધો, વિકલાંગો ઘેર બેઠા મતદાન કરી શકશે

વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે મતદાન પ્રક્રિયા વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે પોસ્ટ દ્વારા મતદાન કરવાનો વિકલ્પ અપનાવવા માટે ચૂંટણીપંચે નવી સૂચના જારી કરી છે.
મતદાન મથકના અધિકારી દ્વારા તેના મથદાન મથક હેઠળ આવતા વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકોના ઘરે પોસ્ટ દ્વારા મતદાન કરવાનું ફોર્મ મોકલવામાં આવશે. વૃદ્ધો અને વિકલાંગોને પોસ્ટ દ્વારા મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જાે તેઓ પોસ્ટ દ્વારા મતદાન કરવાનો વિકલ્પ અપનાવશે તો પાંચ દિવસની અંદર તેમના ઘરેથી સંપૂર્ણ ભરેલું મતદાન ફોર્મ મેળવીને રિટર્નીંગ ઑફિસરને સુપરત કરવામાં આવશે. આગામી દિવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એ સમયે નાગરિકો અને મીડિયા દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદને આધારે ઉપરોક્ત સૂચના જારી કરવામાં આવી છે. ૨૮ ઑક્ટોબરથી બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે.

Follow Me:

Related Posts