રાષ્ટ્રીય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગયા વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની હતી. જાે કે, ૭૭ વર્ષીય છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે તેઓ નારાજ હતા.
ઉલ્લેખનીય છે કે, તેઓ રાજ્યમાં ર્ંમ્ઝ્ર સમુદાયના મોટા નેતા છે. ભુજબળ અગાઉ વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) ના સિનિયર નેતા છગન ભુજબળે મંગળવારે સવારે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા હતા. મંત્રી બન્યા પછી તેમણે કહ્યું કે, કહેવાય છે ને કે, ‘અંત ભલા તો સબ ભલા‘. મેં અત્યાર સુધી દરેક જવાબદારી સારી રીતે નિભાવી છે. હવે જે પણ જવાબદારી મળશે, તેને નિભાવીશ.‘
ભુજબળે મહારાષ્ટ્રમાં કેબિનેટમાં દ્ગઝ્રઁમાં દિગ્ગજ નેતા ધનંજય મુંડેની જગ્યા લીધી હતી. મુંડેએ માર્ચમાં આરોગ્ય ખરાબ હોવાના કારણે ખાદ્ય, નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષા મંત્રી પદમાંથી રાજીનામું આપી દીધું હતું. ભુજબળને આ જ ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રાલયનું ખાતુ મળી શકે છે. કારણ કે, આ પહેલા તેઓ બે વાર આ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

Related Posts