પ્રાકૃતિક કૃષિ – અમરેલી જિલ્લાના હડાળા મુરલીધર ગૌશાળા ખાતેથી જીવામૃતના વેચાણનો પ્રારંભ

અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના સહયોગ થી અમરેલી જિલ્લાના હડાળા ગામ સ્થિત મુરલીધર ગૌશાળામાં જીવામૃત પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાઇન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયા ધારી-બગસરા વિસ્તાર ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાના ધર્મપત્ની શ્રીમતી કોકિલાબેન કાકડિયા અને અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના કર્મયોગીશ્રીઓએ હડાળા મુરલીધર ગૌશાળાની મુલાકાત લીધી હતી.
ગૌશાળાના કર્મયોગી શ્રી ઉકાભાઈ બાબરિયાએ જણાવ્યુ કે, હાલ ગૌશાળા ખાતે ૧૦,૦૦૦ લીટર જીવામૃતનો પ્લાન્ટ બનાવમાં આવ્યો છે. શરુઆતના તબક્કે ૨૦૦૦ લીટર જીવામૃત બનાવવામાં આવ્યું હતું, જેનું વેચાણ શરુ થયું. વૈજ્ઞાનિક અભિગમ મુજબ જીવામૃત પાંચ થી સાત દિવસમાં તૈયાર થાય છે. પ્રારંભિક તબક્કે જીવામૃતના વેચાણની શરુઆત થતાં હડાળા ગામના ખેડુતો ખરીદી કરી છે આગામી સમયમાં હડાળા સિવાયના ખેડુતો માટે પણ તે ઉપલબ્ધ થશે.
તેમણે ઉમેર્યુ કે, આગામી ટૂંકા સમયગાળામાં ઘન જીવામૃતનું પણ વેચાણ શરુ કરવામાં આવશે. પ્લાન્ટનું લોકાર્પણ થયાને હજુ ઘણો સમય થયો છે તેમ છતાં જીવામૃતના વેચાણ ખૂબ મોટા પાયે થયું છે. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડુતોને હડાળા મુરલીધર ગૌશાળાની મુલાકાત લેવા અને ગૌશાળા ખાતે વેચાણ થતાં જીવામૃત અને ઘન જીવામૃતની ખરીદી કરવા અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્ય શ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments