fbpx
રાષ્ટ્રીય

NCERTએ પુસ્તકમાં મોટા ફેરફારો કર્યાધોરણ-૧૨માં કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ પુસ્તકમાં ફેરફારો કરવામાં આવ્યા

દ્ગઝ્રઈઇ્‌ના ધોરણ-૧૨માં કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ પુસ્તકમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પુસ્તકના પેજ નંબર ૧૧૯ પર લખ્યું છે કે ભારતનો દાવો છે કે આ વિસ્તાર ગેરકાયદે કબજા હેઠળ છે, પાકિસ્તાન આ વિસ્તારને ‘આઝાદ પાકિસ્તાન’ કહે છે. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પુસ્તકમાં લખ્યું છે- ‘જાે કે, આ ભારતીય વિસ્તાર છે જે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. તેને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (ર્ઁંદ્ભ) કહેવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની સંપૂર્ણ વાત પુસ્તકના પાના નંબર ૧૩૨ પર લખવામાં આવી છે. અગાઉ લખવામાં આવ્યું હતું – ‘જ્યારે મોટાભાગના રાજ્યો પાસે સમાન સત્તા છે, ત્યાં જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કેટલાક રાજ્યો માટે વિશેષ જાેગવાઈઓ છે’. આમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે લખવામાં આવ્યું છે – ‘જ્યારે મોટાભાગના રાજ્યો પાસે સમાન સત્તાઓ છે,

ત્યાં જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કેટલાક રાજ્યો માટે વિશેષ જાેગવાઈઓ છે. જાે કે, કલમ ૩૭૦, જેમાં જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ જાેગવાઈઓ છે, તેને ઓગસ્ટ ૨૦૧૯માં રદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, દ્ગઝ્રઈઇ્‌ સમયાંતરે સિલેબસ અને કન્ટેન્ટમાં ફેરફાર કરતી રહે છે. દ્ગઝ્રઈઇ્‌એ અયોધ્યા અને ૨૦૦૨ના ગુજરાત રમખાણો સંબંધિત કેટલાક ઉદાહરણો હટાવ્યા છે. આ ઉપરાંત મણિપુરના ભારતમાં વિલીનીકરણના સંદર્ભમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં ઉદ્ભવતા સંવેદનશીલ વિષયો પણ દૂર કરવામાં આવ્યા છે. પુસ્તકમાંથી ખાલિસ્તાન અથવા અલગતા આંદોલનનો સંદર્ભ પણ હટાવી દેવામાં આવ્યો છે. પેજ નંબર ૧૨૩ પર લખ્યું હતું કે ‘સંકલ્પ સંઘવાદને મજબૂત કરવાની અરજી હતી, પરંતુ તેને અલગ શીખ રાષ્ટ્રની અરજી તરીકે પણ અર્થઘટન કરી શકાય છે’. તેને બદલીને ‘સંકલ્પ ભારતમાં સંઘવાદને મજબૂત કરવા માટે એક દલીલ હતી’ એવું કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ઈતિહાસ અને રાજનીતિના પુસ્તકોમાંથી ઘણી વસ્તુઓ હટાવીને ઉમેરવામાં આવી હતી.

Follow Me:

Related Posts