કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (૧૩ મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, નવા ૩૮ સભ્યોનું મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે.
કેનેડીયન સરકારની નવી કેબિનેટમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે.
અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો સામનો કરી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જૉલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.
આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે, કેનેડાના લોકોએ આ નવી સરકારને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે એક નવા આર્થિક અને સુરક્ષા સંબંધને વ્યાખ્યાયિત કરવા અને તમામ કેનેડાના લોકોને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે જનાદેશ સાથે ચૂંટી છે. રાજા ચાર્લ્સ તૃતીય ૨૭ મે ના દિવસે સંદને ફરી શરૂ કરવા પર કેનેડાની સરકારની પ્રાથમિકતાઓને રેખાંકિત કરતા ભાષણ આપશે.
મંત્રીમંડળમાં શામેલ છે-
અનીતા આનંદ, વિદેશ મંત્રી;
શફકત અલી, ટ્રેઝરી બોર્ડના પ્રમુખ
રેબેકા અલ્ટી, ક્રાઉન-સ્વદેશી સંબંધો મંત્રી
ગેરી આનંદસાંગરી, જાહેર સલામતી મંત્રી
ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન, નાણા અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી
રેબેકા ચાર્ટ્રેન્ડ, ઉત્તરીય અને આર્કટિક બાબતોના મંત્રી અને કેનેડિયન ઉત્તરીય આર્થિક વિકાસ એજન્સી માટે જવાબદાર મંત્રી
જુલી ડાબ્રુસિન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી
સીન ફ્રેઝર, ન્યાય મંત્રી અને કેનેડાના એટર્ની જનરલ
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, પરિવહન અને આંતરિક વેપાર મંત્રી
સ્ટીવન ગિલબૌલ્ટ, કેનેડિયન ઓળખ અને સંસ્કૃતિ મંત્રી અને સત્તાવાર ભાષાઓ માટે જવાબદાર મંત્રી
મેન્ડી ગુલ-મેસ્ટી, સ્વદેશી સેવાઓ મંત્રી
પેટી હાજડુ, નોકરીઓ અને પરિવારો મંત્રી અને ઉત્તરીય ઓન્ટારિયો માટે ફેડરલ આર્થિક વિકાસ એજન્સી માટે જવાબદાર મંત્રી
ટિમ હોજસન, ઉર્જા અને કુદરતી સંસાધનો મંત્રી
મેલાની જાેલી, ઉદ્યોગ મંત્રી
ડોમિનિક લેબ્લેન્ક, કેનેડા-યુએસ વેપાર, આંતર-સરકારી બાબતો અને એક કેનેડિયન અર્થતંત્ર માટે જવાબદાર મંત્રી
Recent Comments