સાચાનો જમાનો નથી…! આવું આપણે કહેતાં અને સાંભળતાં રહ્યાં છીએ… આજકાલ પ્રદૂષણનાં પાપે… ઋતુઓનું બખડ જંતર રહ્યું છે… જાણે ઋતુઓનું પણ આ બુધ્ધિશાળી માણસ જાતે વર્ણસંકરણ કરી નાખ્યું…! જવા દો, હવે… બધું ખોટું જ ચાલશે… આમ નિઃસાસો જ નાખવાનો લાગે છે… અષાઢથી જામતું ચોમાસુ તો ચોમાસું હોય… પણ હવે આ ખોટાની વાત નીકળી તો, જુઓને આ ચબુતરા પર ખોડેલો મોરલો પણ ખોટો અને અને હા, આ ઉભરાયેલાં માવઠાનાં વાદળાં પણ ખોટા….! વરસે તો પણ ખોટ જ ખોટ…! સમાચાર તસવીરકાર શ્રી મૂકેશ પંડિતે આ ખોટી સ્થિતિનું સાચું દશ્ય ઝડપી લીધું છે.! પણ, પણ યાદ રાખજો, સાચું જ હંમેશા સાચું રહેશે… સત્યનો જ જય હોય છે.!!!
સમાચાર તસવીર : મોરલો ખોટો, માવઠાનાં વાદળાં પણ ખોટા….!

Recent Comments