Loading Date... Gold 24K: ₹90,550 | Silver 1kg: ₹106,835 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

જી.એમ.ડી.સી. દ્વારા 2025-26ના વર્ષનો રૂ. 223 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ

જી.એમ.ડી.સી. દ્વારા 2025-26ના વર્ષનો રૂ. 223 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી ખનન કંપનીઓમાંની એક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 2025-26ના વર્ષનો રૂ. 223.54 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જી.એમ.ડી.સી.ની સ્થાપના 1963માં થઈ છે અને રાજ્ય સરકારનું આ સાહસ ખનિ...

દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી ખનન કંપનીઓમાંની એક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 2025-26ના વર્ષનો રૂ. 223.54 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

 જી.એમ.ડી.સી.ની સ્થાપના 1963માં થઈ છે અને રાજ્ય સરકારનું આ સાહસ ખનિજ સંસાધનોના સાયન્ટીફિક, એફિસિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન

આપે છે.

 

જી.એમ.ડી.સી. મુખ્યત્વે લિગ્નાઈટ, બોક્સાઈટ, લાઈમસ્ટોન, ફ્લોરસ્પાર અને સિલિકા સેન્ડ સહિતના ખનિજોના ખનન અને વેચાણ સાથે સંકળાયેલી છે. ગુજરાત બહાર ઓડિશા રાજ્યમાં બૈતરણી વેસ્ટ, બુરાપહાર અને કુદાનાલી-લુબરી એમ ત્રણ કોલસા બ્લોક્સ મેળવ્યા છે તેનાથી ગુજરાતની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં જી.એમ.ડી.સી. યોગદાન આપશે.

 

જી.એમ.ડી.સી. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પણ કાર્યરત છે તથા રેર અર્થ એલીમેન્ટ્સ, તાંબું અને અન્ય વ્યૂહાત્મક ખનિજોના ક્ષેત્રોમાં વિકાસની તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

 

મુખ્યમંત્રીશ્રીને જી.એમ.ડી.સી.ના ડિવિડન્ડની રકમના રાજ્ય સરકારના ફાળાનો આ ચેક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે અર્પણ કર્યો હતો.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી અને જી.એમ.ડી.સી. ચેરમેન ડૉ. હસમુખ અઢિયા, જી.એમ.ડી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અજય ભાદુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)