Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

રાજ્યના વિકાસ માટે પરસેવો પાડનારા શ્રમિકોનું સ્વાસ્થ્ય અને કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા: કુંવરજીભાઈ બાવળીયા, શ્રમમંત્રી, ગુજરાત

રાજ્યના વિકાસ માટે પરસેવો પાડનારા શ્રમિકોનું સ્વાસ્થ્ય અને કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા: કુંવરજીભાઈ બાવળીયા, શ્રમમંત્રી, ગુજરાત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે જસદણના આટકોટ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટકોટનાં કૈલાસનગરપર

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે જસદણના આટકોટ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટકોટનાં કૈલાસનગરપરા ખાતે શરૂ કરાયેલા ભોજન કેન્દ્ર પર મંત્રીશ્રીએ ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કરી, ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પોતાના હાથે આદરપૂર્વક ગરમ અને પૌષ્ટિક […]

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે જસદણના આટકોટ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટકોટનાં કૈલાસનગરપરા ખાતે શરૂ કરાયેલા ભોજન કેન્દ્ર પર મંત્રીશ્રીએ ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કરી, ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પોતાના હાથે આદરપૂર્વક ગરમ અને પૌષ્ટિક ભોજન પીરસ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ની મુલાકાત લઈને શ્રમિકો માટેની આરોગ્ય તપાસણી પ્રક્રિયા અને ઉપલબ્ધ દવાઓની વિગતો મેળવી હતી. 

​આ પ્રસંગે ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને સંબોધતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોનો પરસેવો તથા અથાક પરિશ્રમ રહેલો છે. આ શ્રમિકો અને તેમના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રમિકો દિવસભર આકરી મહેનત કરતા હોય ત્યારે તેમને પોતાના કાર્યસ્થળની નજીક જ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે.માત્ર ₹૫/- ના ટોકન દરે મળતા પૌષ્ટિક ભોજનનો મહત્તમ લાભ મેળવવા તેમજ આસપાસ કામ કરતા અન્ય બાંધકામ ક્ષેત્રનાં શ્રમિક ભાઈ-બહેનોને પણ આ યોજના વિશે માહિતગાર કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. જે શ્રમિકો પાસે હાલ ‘ઈ-નિર્માણ કાર્ડ’ ન હોય તેમને કેન્દ્ર પર જ તાત્કાલિક કામચલાઉ નોંધણી કરાવી ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકાય તેવી સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)