Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ટોક્યો ખાતે આજના મેગા ઇન્વેસ્ટમેન્ટ એન્ગેજમેન્ટ્સ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ટોક્યો ખાતે આજના મેગા ઇન્વેસ્ટમેન્ટ એન્ગેજમેન્ટ્સ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ટોક્યો અને શિઝુઓકા ખાતે કુલ ૭ વન-ટુ-વન બેઠકો, ૨ સરકારી-દ્વિપક્ષીય મુલાકાત...

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ટોક્યો અને શિઝુઓકા ખાતે કુલ ૭ વન-ટુ-વન બેઠકો, ૨ સરકારી-દ્વિપક્ષીય મુલાકાતો, ૧ ટેક્સટાઇલ રાઉન્ડટેબલ અને ૧ સત્તાવાર ડિનર સહિત કુલ ૧૧ જેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સવારના પ્રથમ સત્રમાં નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અલ્ટ્રાફેબ્રિક્સ, કાનેકા અને ઇતોચુ કોર્પોરેશન સાથેની ૪ મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે. આજના નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે નાયબ મુખ્યમંત્રીશ્રી શિઝુઓકાના ગવર્નર શ્રીયુત યાસુતોમો સુઝુકી સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. ત્યાર બાદ ફ્યુજીફિલ્મ, યાઝાકી ઇન્ડિયા તથા ગ્રીન કાર્બન સાથે બેઠકો અને ટેક્સટાઇલ સેક્ટરના અગ્રણીઓ સાથે ૧ હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠક કર્યા બાદ ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય રાજદૂત દ્વારા આયોજિત વિશેષ ડિનરમાં ઉપસ્થિત રહેશે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્લેટફોર્મ થકી રાજ્યમાં મોટા પાયે મૂડીરોકાણ લાવવાના ઉદ્દેશ સાથે આજના પ્રારંભિક સત્રમાં જાપાનની અગ્રણી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. જેમાં અલ્ટ્રાફેબ્રિક્સ હોલ્ડિંગ્સ કંપનીના પ્રેસિડેન્ટ શ્રી યોશિમુરા સાથે સિન્થેટિક લેધર અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણની વિપુલ સંભાવનાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. તે ઉપરાંત કાનેકા કોર્પોરેશન કંપનીના પ્રેસિડેન્ટ શ્રી ઇસાવ ઓત્સુ સાથે કેમિકલ અને લાઇફસાયન્સ ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બીજી તરફ ઇતોચુ કોર્પોરેશન ટ્રેડિંગ અને ગ્રીન ઇનોવેશન બિઝનેસ યુનિટના વરિષ્ઠ હોદ્દેદારો સાથે ગ્રીન એનર્જી અને વૈશ્વિક વેપાર ક્ષેત્રે સહયોગ સાધવા મંત્રણા યોજાઈ હતી. તે ઉપરાંત ડેલિગેશન દ્વારા હાઇરેસો સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સંદર્ભે પણ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

દિવસના બીજા ચરણમાં નાયબ મુખ્યમંત્રીશ્રી બુલેટ ટ્રેન મારફતે શિઝુઓકા પહોંચશે. શિઝુઓકા પ્રીફેક્ચર ગવર્નમેન્ટ બિલ્ડિંગ ખાતે તેઓ શિઝુઓકાના ગવર્નર શ્રીયુત યાસુતોમો સુઝુકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી ગુજરાત અને શિઝુઓકા વચ્ચે ઔદ્યોગિક વિકાસ, આધુનિક ટેકનોલોજી અને સંયુક્ત સહયોગ અંગે ચર્ચા કરશે તેમજ તેમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે પણ નિમંત્રણ આપશે.સાંજના સત્રમાં નાયબ મુખ્યમંત્રીશ્રી ટેક્સટાઇલ રાઉન્ડટેબલ અને અગ્રણી ઉદ્યોગો સાથે સંવાદ કરશે. શિઝુઓકાથી ટોક્યો પરત ફર્યા બાદ સાંજના સત્રમાં નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં
ફ્યુજીફિલ્મ કોર્પોરેશન સાથે ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સ અને કોંગ્લોમરેટ રોકાણો અંગે બેઠક, ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રની અગ્રણી યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે બેઠક, કાર્બન ક્રેડિટ ક્ષેત્રે કાર્યરત ગ્રીન કાર્બનના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાશે.આ ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રના જાપાની રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સાથે ‘રાઉન્ડટેબલ વિથ ટેક્સટાઇલ પ્લેયર્સ’ યોજાશે, જેમાં ગુજરાતના અદ્યતન ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, નવી ટેક્સટાઇલ નીતિ અને વૈશ્વિક નિકાસની તકો રજૂ કરી વાઇબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા અનુરોધ કરાશે. આજના દિવસના અંતે જાપાન ખાતેના ભારતના માનનીય રાજદૂત ખાતે ‘ઇન્ડિયા હાઉસ’ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી અને ડેલિગેશનના સન્માનમાં વિશેષ ડિનર થશે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)