Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ચલાલાના પત્રકાર મુકેશભાઈ પાંધીના જન્મદિને શુભકામનાઓની વર્ષા: સ્નેહીઓ અને પરિવારે દીર્ઘાયુની કામના કરી

ચલાલાના પત્રકાર મુકેશભાઈ પાંધીના જન્મદિને શુભકામનાઓની વર્ષા: સ્નેહીઓ અને પરિવારે દીર્ઘાયુની કામના કરી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​ચલાલા ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહેલા અને સ્વભાવે અત્યંત મિતભાષી તથા ઈનોવેટિવ વિચારધારા ધરાવતા મુકેશભાઈ પાંધીનો આજે જન્મદિવસ હોય, તેમના સ્નેહીજનો, મિત્રવર્તુળ અને પરિવારજનો દ્વારા તેમને ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.​મુકેશભાઈ પાંધી એ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર ...

​ચલાલા ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહેલા અને સ્વભાવે અત્યંત મિતભાષી તથા ઈનોવેટિવ વિચારધારા ધરાવતા મુકેશભાઈ પાંધીનો આજે જન્મદિવસ હોય, તેમના સ્નેહીજનો, મિત્રવર્તુળ અને પરિવારજનો દ્વારા તેમને ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
​મુકેશભાઈ પાંધી એ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના લઘુબંધુ છે. તેમજ ચલાલા અને અમરેલી જિલ્લાના શ્રેષ્ઠ અખબારી પત્રકારોમાં ગણના પામતા સ્વ. હરગોવિંદભાઈ પાંધીના તેઓ સુપુત્ર છે. સંગીતપ્રેમી એવા મુકેશભાઈ પોતે મુકેશજી, લતાજી અને મોહમ્મદ રફીના અમર ગીતોના જબરા ચાહક છે.અને તેમના ધર્મપત્ની આશાબેન તેમના દરેક સુખ દુઃખના પ્રસંગમાં એક ચટ્ટાનની માફક પ્રતિક્ષણ સાથ નિભાવી રહ્યા છે. તેમના સુપુત્ર હેમાંગ પાંધી હાલ જાપાન ખાતે જાણીતી અને પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
​તેમના આ જન્મદિન નિમિત્તે ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને તંદુરસ્ત દીર્ઘાયુ જીવન બક્ષે તથા તેઓ જીવનમાં પ્રગતિના તમામ શિખરો સર કરે તેવી મનોકામના વ્યક્ત કરવામાં આવી છે.
​આ નિમિત્તે સાવરકુંડલા સ્થિત પાંધી પરિવાર  તથા સોના રૂપા આરતી તરફથી તેમને હાર્દિક જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત પરિવારની ટબુકલી ધાર્વિબેન પાંધી, જૈનીબેન બનજારા તેમજ અમદાવાદથી વંશીલ આલગીયાએ પણ તેમના 'મુકાદાદા'ને જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ પાઠવીને તેમના દીર્ઘાયુની પ્રાર્થિના કરી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)