ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તથા અમરેલી રુરલ પોલીસ ટીમ દ્રારા અમરેલી રુરલ તથા
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજય જોબટ
પોલીસ સ્ટેશનમાંથી કબ્જો મેળવી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા પોતે તથા
પોતાના સાગરીતોએ એકબીજા સાથે મળી અમરેલી જિલ્લા તેમજ તેની આજુ બાજુના
વિસ્તારના કુલ ૧૦ ગુનાઓની કબુલાત આપતા, બાબરા – ૧, લાઠી - ૪, વડીયા – ૧
મળી કુલ – ૬ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
છગન બેગન બધેલ, ઉ.વ.૨૭, રહે.ઘોંઘસીયા, હોળી ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર
(મધ્યપ્રદેશ)
નાસતા ફરતા ગુનાઓની વિગતઃ-
(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૬૦૩૫૯ /૨૦૨૬, બી.એન.એસ. કલમ
૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ
(૨) આટકોટ પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૩૦૯ ૨૨૬૦૩૬૫/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪), ૩૩૪(૪), ૫૪ મુજબ
(૩) આટકોટ પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૨૨૬૦૨૫૯/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાત અને ડીટેકટ થયેલ ગુનાઓની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં પોતે તથા સહ આરોપીઓએ એકબીજાના
મેળાપીપણાથી નીચે મુજબની ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર બાંમણીયા
(ભીલ) તથા દિલીપ નો મિત્ર એમ ત્રણેય જણા ચરખા ગામે તા.બાબરા ગામે
રાત્રીના આશરે દસેક વાગ્યાના સમયે એક વાડીમાંથી એક મકાનમાં આવેલા અને
મકાનની ઓસરીમાં માણસો સુતા હતા જેથી આરોપીઓ ત્રણેય રૂમની અંદર જઇ
રૂમનો દરવાજો ખોલી કબાટમાંથી વસ્તુઓ બહાર કાઢી જોતા હતા ત્યારે કબાટના
ખાનાની ચાવી મળી જતા ખાનામાંથી સોનાના દાગીના જેમા સોની ચેઇન બે તથા
પેડલ બે તથા બુટી કડલી તથા પોચી તથા સોનાનો ઓમકાર નંગ બે તથા રોકડા
રૂપિયા ૪૦,૦૦૦/- મળી આવેલની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા બાબરા
પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૮૨૬૦૦૬૨/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૫(એ),
૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) તા.૧૫/૦૨/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર બાંમણીયા
(ભીલ) તથા દિલીપ નો મિત્ર એમ ત્રણેય જણા મતિરાળા ગામે તા.લાઠી ગામે
રાત્રીના આશરે દસેક વાગ્યાના સમયે એક મકાનમાં પ્રવેશ કરી, રૂમના દરવાજાનો
નકુચો તોડી, રૂમમાં પટારાનો નકુતો તોડી અંદરથી એક સોનાનું ડોકીયુ તથા
સોનાની વીંટી નંગ બે તથા ચાંદીની વીટી નંગ-૨ તથા પગમાં પહેરાવાના કવડા
જોડી ૧ તથા ચાંદીના છડા જોડી એક તથા ચાંદીનો જુડો એક તથા ચાદીના સિકકો
એક તેમજ બીજા મકાનમાંથી એક રૂમમાં એક સુટકેસ માંથી રોકડા રૂપિયા
૫૦૦૦/- તથા એક ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવેલ હોય જેની ચોરી કરેલ
હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા લાઠી
પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૩૦૩૪૨૬૦૦૩૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),
૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૩) ગઇ તા.૨૦/૦૩/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા તથા દિલીપ સરદાર
બાંમણીયા (ભીલ) તથા દિલીપ નો મિત્ર એમ અમો ત્રણેય જણા જરખીયા ગામે
તા.લાઠી ગામે રાત્રીના સમયે એક મકાનમાં થાંભલા વાટે ચડી, મકાનની અંદર
ગયેલા અને મકાનની અંદરના રૂમમાથી રોકડા રૂપિયા આશરે દોઢ લાખ જેટલા
તથા રામ લક્ષ્મણ જાનકી ધાતુની મુર્તિની ચોરી કરેલ અને આ ચોરી કરેલ
મકાનની અગાસીમાંથી બીજા ધરે ગયેલા ત્યાંથી રૂમમાંથી રોકડા રૂપિયા આશરે
વીસ હજારની ચોરી કરેલ અને આ બન્ને મકાનમાં અંદર માણસો સુતા હોય જેથી
રૂમનો દરવાજો તથા બહારનો ગેટ બંધ કરી દીધેલ હોવાની હકિકત જણાવેલ હોય
જે અંગે ખરાઇ કરતા લાઠી પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૩૦૩૪૨૬૦૦૭૩/૨૦૨૬
બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૪) ગઇ તા.૦૫/૦૫/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર
બાંમણીયા (ભીલ) તથા બીલામ એમ ત્રણેય જણા કેરાળા ગામે તા.લાઠી ગામે
રાત્રીના સમયે સરપંચના ધરે ગયેલા અને રૂમના બેડની અંદરથી પાકીટમાંથી
સોનાનું મંગલસુત્ર તથા રોકડા રૂ.૭,૦૦૦/- તથા એક સ્પ્લેન્ડર મોટર સાયકલની
ચોરી કરેલ અને આ મોટર સાયકલ લઇને કેરાળા થઇ, કેરીયા ગામે જતા રસ્તામાં
આ મોટર સાયકલ રોડની સાઇડમાં મુકી દિધેલ જે અંગે ખરાઇ કરતા લાઠી
પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૩૦૩૪૨૬૦૧૨૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),
૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૫) ઉપરોકત ચોરી કરેલ મોટર સાયકલ લઇને કેરાળા ગામેથી કેરીયા ગામે જતા
હોય તે દરમિયાન રસ્તામાં આ મોટર સાયકલ રોડની સાઇડમાં મુકી દિધેલ અને
કેરીયા તા.લાઠી ગામેથી એક બીજી હોન્ડા સાઇન મોટર સાયકલની ચોરી કરેલ અને
આ મોટર સાયકલ બીલામ તથા દિલીપ બન્ને લઇને વતનમાં જતા રહેલની હકિકત
જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા લાઠી
પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૩૦૩૪૨૬૦૧૨૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),
૩૨૯(૩) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૬) આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર
બામણીયા તથા તેનો મિત્ર એમ ત્રણેય વતનથી તુફાન ગાડી લઇને આવેલ અને
કેરાળા તા.લાઠી ગામે પોતાના ભાઇ મગનભાઇને ત્યાં રાત્રી રોકાયેલા અને પછી
ત્રણેય જણા બીજા દિવસે બપોર પછી અમરેલી કુંકાવાવ થઇ પ્રાઇવેટ વાહનમાં
જંગર ગામે રાત્રીના સમયે ગયેલા અને મોડી રાત્રીના એક રહેણાંક મકાન બંધ
હાલતમાં હોય, તેની બંધ બારીઓની ગ્રીલ તોડી, અંદર પ્રવેશ કરી મકાનના
કબાટમાંથી ચાંદીની લકકી તથા બ્રેશલેટની ચોરી કરી તથા તેની બાજુના રહેણાંક
મકાનની વંડી ટપી દરવાજાનો નકુચો તોડી રૂમમાંથી કોઇ વસ્તુ મળી આવેલ ન
હોય જેથી સરસામાન વેરવિખેર કરી નાખેલ અને ત્યાર બાદ બીજા મકાનના
ફળીયામાંથી એક હીરો કંપનોનો એકસેસ મોટર સાયકલની ચોરી કરી સાથે લઇ
ગયેલ હતા અને બીજા દિવસે આ મોટર સાયકલ દિલીપે ચલાવી બીજા બધા
તુફાનમાં બેસી વતનમાં જતા રહેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઇ
કરતા વડીયા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૬૦૧૪૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ
૩૦૫(એ), ૩૩૧(૨), ૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૭) ગઇ તા.૧૨/૭/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા તથા દિલીપ સરદાર
બાંમણીયા (ભીલ) તથા બીલામ ઉર્ફ કેકડીયા સરદાર બાંમણીયા બન્ને રહે. અખાડા,
બુંડનલા પુરા, તા.બાગ, જિ.ધાર તથા દિલીપનો મિત્ર શૂરૂ અજનાર રહે.ઢેલવાણી
તા.બાગ જિ.ધાર એમ ચારેય જણા લાઠી તાલુકાના મતીરાળા ગામ ખાતે આવેલ
અને ત્યા એક બંઘ મકાનમા પ્રવેશ કરી ને તે મકાનમાથી ઘડીયાર નંગ ૩ તથા
ઇમીટેશનનો હાર તથા ચાંદીની કડલી નંગ ૧ તથા પેડલ સેટ નંગ ૪ તથા બ્રેસલેટ
નંગ ૪ તથા ચાંદીની કડલી નંગ ૧ ની ચોરી કરેલ હતી અને ત્યાર બાદ તે ઘર
વાળા જાગી જતા ત્યાથી ભાગી ગયેલ હતા હોવાની હકિકત જણાવેલ .
(૮) ગઇ તા.૧૩/૦૭/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર
બાંમણીયા (ભીલ) તથા બીલામ ઉર્ફ કેકડીયા સરદાર બાંમણીયા રહે.બન્ને ગામ
અખાડા, બુંડનલા પુરા, તા.બાગ, જિ.ધાર તથા દિલીપનો મિત્ર શૂરૂ અજનાર રહે.
ઢેલવાણી, તા.બાગ, જિ.ધાર એમ અમો ચારેય જણા લાઠી તાલુકાના જરખીયા
ગામે આવેલ હતા અને ત્યાં એક બંઘ દુકાનના તાળા તોડી, પ્રવેશ કરેલ અને રોકડ
રૂપીયા આશરે પાંચ હજારની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.
(૯) આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર
બામણીયા તથા તેનો મિત્ર એમ ત્રણેય વતનથી તુફાન ગાડી લઇ ને આવેલ અને
કેરાળા તા.લાઠી ગામે મગનભાઇને ત્યાં રાત્રી રોકાયેલા અને ત્રણેય બીજા દિવસે
લાઠીથી ઢસા સુધી પ્રાઇવેટ વાહનમાં ગયેલા અને રાત્રી ઢસાથી આગળ આંબરડી
ગામ આવેલ ત્યાં રાત્રીના સમયે બે અલગ અલગ મકાનોની અંદર ગયેલા જેમા
એક બંધ મકાનમાંથી મોબાઇલ ફોન તથા બીજા મકાનમાંથી એક બજાજ કંપનીનો
ડીસ્કવર મોટર સાયકલની ચોરી કરેલ હતી અને આ મોટર સાયકલ લઇને પરત
ઢસા ચાવંડ થઇને જરખીયા ગામના ખારામાં અવાવરૂ જગ્યાએ મોટર સાયકલ
સંતાડી અને મગનની વાડીએ જતા રહેલ હતા અને ત્યારબાદ બીજા દિવસે
વતનમાં પરત જતા રહેલ હોવાની હકિકત જણાવેલ.
(૧૦) ગઇ તા.૧૮/૦૧/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી તથા દિલીપ સરદાર
બાંમણીયા (ભીલ) તથા બીલામ એમ ત્રણેય જણા મતિરાળા ગામે તા.લાઠી રાત્રીના
સમયે ગયેલા અને એક મકાનમાં ગયેલા અને તે મકાનમાંથી રોકડા રૂપિયા પાંચ
હજાર તથા એક મોટર સાયકલની ચાવી તથા ફોરવ્હીલ ગાડી લઇ અને જરખીયા
ગામે રોડ ઉપર આ ફોરવ્હીલ વાહન મુકી દિધેલ અને ત્રણેય મગનની વાડીએ
આવતા રહેલ હોવાની હકિકત જણાવેલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ઢાપા,
કિશનભાઇ આસોદરીયા, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી તથા અમરેલી રૂરલ
પો.સ્ટે. ના પો.સ.ઇ.શ્રી જે.કે.પાંડવ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ પરમાર દ્વારા કરવામાં
આવેલ છે.