અમરેલી

અમરેલી ખાતે તા.૧૧ તથા ૧૨મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે

અમરેલી ખાતે તા.૧૧ તથા ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪- ૨૫ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થનાર સહિતના સ્પર્ધકો ભાગ લેશે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી અને અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા શ્રી કે.કે. પારેખ અને મહેતા આર. પી. વિદ્યાલય, સિવિલ હોસ્પિટલ સામે તા.૧૧ જાન્યુઆરી,૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકેથી લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, ભારતનાટ્યમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લગ્ન ગીત, લોક વાર્તા, કાવ્યલેખન, શાયરી, ઓરગન, હાર્મોનિયમ અને ચિત્રકલાની સ્પર્ધા યોજાશે.

તા.૧૨ જાન્યુઆરી,૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે ક્રમશ: ગરબા, સમૂહ ગીત, કથક, સુગમ સંગીત, લોકગીત, ભજન, દોહા છંદ ચોપાઈ, તબલા, નિબંધ, વકૃત્વ અને સર્જનાત્મક કામગીરીની સ્પર્ધા યોજાશે.અમરેલી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં આમ ૨૨ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા કલાકાર અને સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એન્ટ્રી કરેલ સ્પર્ધક કલાકારને આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા માટે અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક  યાદીમાં જણાવ્યું છે.

Related Posts